Today Gujarati News (Desk)
ગુજરાતમાં કોરોનાના કેસમાં ફરી વધારો થયો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 397 કેસ નોંધાયા છે. જ્યારે 350 દર્દીઓ સાજા થયાં છે.આજે રાજ્યમાં કોરોનાથી અમદાવાદ અને મહેસાણામાં એક એક દર્દીનું મોત નિપજ્યું છે. આજે અમદાવાદ જિલ્લામાં સૌથી વધુ 139 કેસ નોંધાયા છે.અહીં સૌથી વધુ કેસ નોંધાયા
આજે અમદાવાદ જિલ્લામાં સૌથી વધુ 139 કેસ નોંધાયા છે. મહેસાણામાં 46, વડોદરા જિલ્લામાં 38, સુરત જિલ્લામાં 41, રાજકોટ જિલ્લામાં 13, ગાંધીનગર જિલ્લામાં 7, વલસાડમાં 20, મોરબીમાં 16, સાબરકાંઠામાં 16, આણંદમાં 9, ભરૂચમાં 9, અમરેલીમાં 8, બનાસકાંઠામાં 6, પાટણમાં 5, નવસારીમાં 4, ભાવનગર જિલ્લામાં 4, દાહોદમાં 3, પંચમહાલમાં 3, જામનગરમાં 2, પોરબંદરમાં 2, સુરેન્દ્રનગરમાં 2, ગીર સોમનાથ 1, ખેડામાં 1, કચ્છમાં 1 અને મહિસાગરમાં 1 કેસ નોંધાયો છે. 04 દર્દી વેન્ટીલેટર પર સારવાર લઈ રહ્યાં છે
અમદાવાદમાં સતત ચોથા દિવસે એક વ્યક્તિનું મોત નિપજ્યું છે. તે ઉપરાંત મહેસાણામાં પણ એક વ્યક્તિનું મોત થયું છે. રાજ્યમાં કોરોનાને કારણે કુલ મોતની સંખ્યા 11065 થઈ ગઈ છે. હાલમાં રાજ્યમાં કુલ 1992 એક્ટિવ કેસ છે. 04 દર્દી વેન્ટીલેટર પર સારવાર લઈ રહ્યાં છે. જ્યારે 1988 દર્દીઓની હાલત સ્થિર છે. રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર 98.98 ટકા થઈ ગયો છે.