Today Gujarati News (Desk)
અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસમાં ફરી વધારો થયો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 327 કેસ નોંધાયા છે. જ્યારે 360 દર્દીઓ સાજા થયાં છે. આજે સૌથી વધુ કેસ અમદાવાદ જિલ્લામાં નોંધાયા છે. આજે કોરોનાથી અમદાવાદમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું છે. આજે અમદાવાદમાં સૌથી વધુ 95 કેસ નોંધાયા છે.
આજે અહીં નોંધાયા સૌથી વધુ કેસ
આજે અમદાવાદ જિલ્લામાં 98, વડોદરા જિલ્લામાં 60, સુરત જિલ્લામાં 37, મહેસાણામાં 24, રાજકોટ જિલ્લામાં 17, ગાંધીનગર જિલ્લામાં 9, જામનગર જિલ્લામાં 6, વલસાડમાં 12, મોરબીમાં 12, આણંદમાં 6, પાટણમાં 7, સાબરકાંઠામાં 6, સુરેન્દ્રનગરમાં 5, અમરેલીમાં 4, ભરૂચમાં 4, ભાવનગરમાં 4, બનાસકાંઠામાં 3, નવસારીમાં 3, કચ્છ, પોરબંદર અને પંચમહાલમાં બે બે કેસ, અરવલ્લી, ગીરસોમનાથ, મહિસાગર અને તાપીમાં એક એક કેસ નોંધાયો છે.
11 દર્દી વેન્ટીલેટર પર સારવાર લઈ રહ્યાં છે
રાજ્યમાં છેલ્લા એક મહિનામાં જ કોરોનાના કારણે 8 વ્યક્તિના મોત નિપજ્યાં છે. રાજ્યમાં કોરોનાને કારણે કુલ મોતની સંખ્યા 11057 થઈ ગઈ છે. હાલમાં રાજ્યમાં કુલ 2141 એક્ટિવ કેસ છે. 11 દર્દી વેન્ટીલેટર પર સારવાર લઈ રહ્યાં છે. જ્યારે 2131 દર્દીઓની હાલત સ્થિર છે. રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર 98.97 ટકા થઈ ગયો છે.