Today Gujarati News (Desk)
ગુજરાત રાજ્ય કર્મચારી મંડળે ફરી મુખ્યમંત્રી અને નાણાં પ્રધાને મોંઘવારી ભથ્થું વધારવાની માગને લઇ પત્ર લખ્યો છે. કર્મચારી મંડળે 4 ટકા મોંઘવારી ભથ્થાની વધારવાની માગ કરી છે. હાલ ગુજરાત રાજ્યમાં સરકારી કર્મચારીને 34 ટકા મોંઘવારી ભથ્થું મળે છે. આ પહેલા કેન્દ્ર સરકારે ગયા જુલાઈ મહિનામાં 4 ટકાનો વધારો કર્યો હતો. જેથી કેન્દ્રના કર્મચારીઓને હાલ 38 ટકા મોંઘવારી ભથ્થું મળી રહ્યું છે.
મોંઘવારી ભથ્થું એને કહેવાય છે, જે સરકારી કર્મચારીઓને વધતી મોંઘવારી સામે જીવન ધોરણ ટકાવી રાખવા માટે નક્કી કરેલું એક ભથ્થું આપવામાં આવે છે. આ નાણાં સરકારી કર્મચારીઓ, જાહેર ક્ષેત્રના કર્મચારીઓ અને પેન્શનધારકોને આપવામાં આવે છે. વર્તમાન મોંઘવારી પ્રમાણે દર 6 મહિને તેની ગણતરી કરવામાં આવે છે. કર્મચારીઓને સંબંધિત પગાર ધોરણના આધારે મૂળ પગાર અનુસાર મોંઘવારી ભથ્થું ગણવામાં આવે છે.