Today Gujarati News (Desk)
લોકપ્રિય ટીવી સિરિયલ ‘ગુમ હૈ કિસી કે પ્યાર મેં’ સ્ટાર પ્લસના એવો શો છે, જે દરરોજ નફરત કરનારાઓના નિશાના પર રહેતો હોય છે. ઘણા સમયથી આ શો અને આ શોના સ્ટાર્સ અને ટીમને ટ્રોલ કરવામાં આવી રહી છે. શોમાં થઈ રહેલા બદલાવને જોઈને ફેન્સને તે બિલકુલ પસંદ નથી આવી રહ્યું. આમ છતાં, નીલ ભટ્ટ અને આયેશા સિંહનો આ શો ટીઆરપીમાં સતત આગળ વધી રહ્યો છે, આ દરમિયાન સીરિયલ ગુમ હૈ કિસી કે પ્યાર મેં વિશે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે.સ્ટાર પ્લસના લોકપ્રિય શો ગુમ હૈ કિસી કે પ્યાર મેંના સેટ પર શુક્રવારે સાંજે 4 વાગ્યે આગ લાગી હતી. મુંબઈના ગોરેગાંવમાં આ સિરિયલનો સેટ છે. બીજી ઘણી સિરિયલો પણ નજીકમાં શૂટ થઈ રહી હતી. આગ એટલી પ્રબળ છે કે, તે અન્ય સ્થળોએ પણ પહોંચી રહી છે. આ દરમિયાન અહીં 1 હજારથી વધુ લોકો હાજર હતા.
આગની ઘટનામાં બેદરકારીનો મામલો સામે આવી રહ્યો છે. આગથી બચવા માટે સેટ પર કોઈ ફાયર સેફ્ટી હાજર ન હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, આગ બે સિરિયલના સેટને લપેટમાં લીધી છે. બંને સિરિયલનો સેટ શો ‘ગમ હૈ કિસી કે પ્યાર મેં’ના સેટની એકદમ નજીક છે.