Today Gujarati News (Desk)
ઉત્તરાખંડમાં ચારધામ યાત્રાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. કેદારનાથ ધામના કપાટ 26 એપ્રિલે અને ગંગોત્રી-યમુનોત્રીના કપાટ 22 એપ્રિલે ખુલશે. પૂર્વમાં બદરીનાથ ધામના કપાટ ખુલવાની તારીખ 27 એપ્રિલે જાહેર કરવામાં આવી ચૂકી છે. બદ્રીનાથ કેદારનાથ મંદિર સમિતિએ આ જાણકારી આપી છે.
કપાટ ખુલવાની તારીખોના એલાન બાદ શ્રદ્ધાળુઓમાં ખૂબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ગુરુવારે વસંત પંચમીના અવસરે ઉત્તરાખંડના નરેન્દ્ર નગરમાં થયેલી બેઠકમાં પંચાંગ ગણના બાદ વિધિ-વિધાન સાથે બદ્રીનાથના કપાટ ખોલવાની તારીખ નક્કી કરવામાં આવી છે.
બદ્રીનાથ ધામના કપાટ ખુલવાના 15 દિવસ પહેલા ગાડુ ઘડા તેલ કળશ યાત્રા કાઢવામાં આવશે, જેની તારીખ 12 એપ્રિલ 2023 જણાવાઈ રહી છે. બદ્રીનાથ ધામના કપાટ ખુલવાની તારીખ જાહેર થયા બાદ શ્રદ્ધાળુઓમાં ખૂબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.