Today Gujarati News (Desk)
ઉત્તરાખંડમાં ચારધામ યાત્રા માટે શ્રદ્ધાળુઓનો અવિરત પ્રવાહ ચાલુ છે. ચારધામ યાત્રાના દર્શન માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ તેમના રાજ્યો-શહેરોમાંથી નિકળી રહ્યા છે. ઋષિકેશમાં રજિસ્ટ્રેશન કરાવનારા પ્રવાસીઓને ત્રણ ધામનું રજિસ્ટ્રેશન મળી ગયું છે, જોકે કેદારનાથ માટે રજિસ્ટ્રેશન થઈ રહ્યું નથી, જેના કારણે તિર્થયાત્રીઓની મુશ્કેલી વધી ગઈ છે, જોકે ભગવાન પર આસ્થાને લઈને શ્રદ્ધાળુઓ કેદારનાથ ધામના દર્શન માટે પણ રાહ જોઈ રહ્યા છે.
દરમિયાન હાલ ખરાબ હવામાન અને હિમવર્ષાના કારણે કેદારનાથ ધામનું રજિસ્ટ્રેશન 29મી સુધી બંધ કરવામાં આવ્યું છે. કેદારનાથ ધામનું રજિસ્ટ્રેશન બંધ થવાથી શ્રદ્ધાળુઓ હેરાન થયા છે. શ્રદ્ધાળુઓને ત્રણ ધામનું રજીસ્ટ્રેશન તો મળી રહ્યું છે, જોકે કેદારનાથ ધામનું રજિસ્ટ્રેશન 29મી સુધી બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવતા શ્રદ્ધાળુઓ હેરાન થયા છે.
આવતીકાલે ખુલશે બદ્રીનાથના કપાટ
ઉલ્લેખિય છે કે, બદ્રીનાથ ધામના કપાટ 27 એપ્રિલે 7.10 પર ખુલશે. બદ્રીનાથ ધામના કપાટ ખોલે તે પહેલા શ્રદ્ધાળુઓ પણ ધીરે-ધીરે બદ્રીનાથ ધામ પહોંચવા લાગ્યા છે અને બદ્રીનાથ ધામ રૂટ પર આવતા તમામ મંદિરોના પણ દર્શન કરી રહ્યા છે. દર્શનને લઈ શ્રદ્ધાળુઓમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
બદ્રીનાથ ધામને 15થી 20 ક્વિન્ટલ ફૂલોથી શણગારવાની કામગીરી શરૂ
આદિ ગુરુ શંકરાચાર્યજીના સિંહાસન બદ્રીનાથ ધામના મુખ્ય પૂજારી રાવલજી, કુબેર અને ઉદ્ધવજીની ડોલી ભગવાન બદ્રી વિશાલના મંદિરે પહોંચી છે. ગુરુવારે 7.10 મિનિટે ભગવાન બદ્રી વિશાલની કપાટ ઉનાળાની ઋતુ માટે ખોલવામાં આવશે. ભગવાન બદ્રી વિશાલના મંદિરને લગભગ 15થી 20 ક્વિન્ટલ ફૂલોથી શણગારાઈ રહ્યું છે. મંદિર પરિસરની આસપાસના તમામ વિસ્તારોને રંગબેરંગી ફૂલોથી સજાવવાની કામગીરી પણ ચાલી રહી છે. ભક્તો પણ ધીમે ધીમે બદ્રીનાથ ધામ પહોંચવા લાગ્યા છે.