Today Gujarati News (Desk)
ચીનના દક્ષિણ શિનજિયાંગમાં સોમવારે ભૂકંપના ભારે આંચકા અનુભવાયા હતા. રિએક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 5.9 મપાઈ હતી. યુરોપિયન-ભૂમધ્યસાગરીય ભૂકંપ કેન્દ્ર (EMSC) દ્વારા આ માહિતી આપવામાં આવી હતી. એક અહેવાલ અનુસાર EMSCએ જણાવ્યું કે ભૂકંપ સ્થાનિક સમયનુસાર 05:49 વાગ્યે આવ્યો હતો. જોકે ભૂકંપને કારણે લોકો ભયભીત થઈ ગયા છે પણ અત્યાર સુધી કોઈ જાનહાનિના અહેવાલ મળ્યા નથી. આ ભૂકંપ શિનજિયાંગના અરલથી 111 કિ.મી. દક્ષિણ પૂર્વમાં આવ્યો હતો. જોકે કિર્ગિસ્તાનમાં આવેલા ભૂકંપની તીવ્રતા 5.8 મપાઈ હતી.
Contact us for News and Advertisement at: 8154977476 / 6356624878