Today Gujarati News (Desk)
વિશ્વના વિવિધ દેશોમાં ચીનના ગુપ્ત પોલીસ સ્ટેશન સુરક્ષાની દૃષ્ટિએ માટે નવું જોખમ બની રહ્યા છે. સ્પેન સ્થિત માનવાધિકાર ગૃપ સેફગાર્ડે સપ્ટેમ્બર 2022માં સૌપ્રથમ આનો ખુલાસો કર્યો હતો. તેમાં જણાવવમાં હતું કે ચાઈનીઝ ઓવરસીઝ પોલીસ સ્ટેશન (COPS) 5 ખંડોમાં કાર્યરત છે. રિપોર્ટ મુજબ 53 દેશોમાં આવા 102 જેટલા સ્ટેશન કાર્યરત છે. COPS નેટવર્કની સ્થાપના ચીન સ્થિત પબ્લિક સિક્યુરિટી બ્યુરો (PSB) દ્વારા 2016માં કરવામાં આવી હતી. તે માહિતી એકત્રીકરણ, ઓપરેશન્સને પ્રભાવિત કરવા અને દમનકારી પ્રવૃત્તિઓમાં સામેલ છે. તેમનું લક્ષ્ય ગુનેગારો, દેશદ્રોહીઓ, ભ્રષ્ટ અધિકારીઓ, રાજકીય વિરોધીઓ અને અસંતુષ્ટો જેમ કે તિબેટીયનો, ઉઈગુરો અને વિદેશમાં ચીન વિરોધી અવાજોને દબાવવાનું છે.
તેઓ એવા લોકોને સ્વદેશ પાછા લાવવા માટે યુનાઈટેડ ફ્રન્ટ વર્ક ડિપાર્ટમેન્ટ (UFWD) સાથે જોડાયેલા લોકલ ચીની ઓવરસીઝ હોમ એસોસિએશનનો ઉપયોગ કરે છે. રિપોર્ટ પ્રમાણે 2018માં ચાઈનીઝ કમ્યુનિસ્ટ પાર્ટી (CCP) એ પોતાના ઓવરસીઝ ચાઈનીઝ ડિપાર્ટમેન્ટને UFWD સાથે મર્જ કર્યું હતું. ચીનીઓની વિદેશમાં બાતમીદારો તરીકે નિમણૂક કરવાના હેતુથી આ કરવામાં આવ્યું હતું. ઓવરરીચ COPS એ કંઈક અંશે અલગ જૂથ છે. તેના સભ્યો વિવિધ સ્થળે અલગ-અલગ હોય છે જેમાં ભૂતપૂર્વ પોલીસ અધિકારીઓ અથવા ડાયસ્પોરાના ઉચ્ચ પદના સભ્યોનો સમાવેશ થાય છે. તેઓ સ્થાનિક દુકાનો, રેસ્ટોરન્ટ્સ, મોલ્સ અથવા એપાર્ટમેન્ટ્સમાં રહીને પોતાનું કામ કરે છે. આ ઉપરાંત, તેઓ ચાઈનીઝ એમ્બેસી સાથે કોઈ સંપર્ક કર્યા વિના નાની કાયદાકીય સંસ્થાઓની જેમ બાહ્ય પ્રતિનિધિત્વની મદદથી પણ કાર્ય કરે છે.
કોરોના મહામારી દરમિયાન થયો વિસ્તાર
COPS મુખ્યત્વે વિદેશોમાં રહેતા ચાઈનીઝોને ધ્યાનમાં રાખીને ડિઝાઈન કરવામાં આવ્યું છે. જો કે, હવે તેઓ સમગ્ર વિશ્વમાં સુરક્ષા માટે ખતરો બની રહ્યા છે. કોરોના મહામારી અને ચીન વિરોધી વધતી ભાવનાઓ વચ્ચે PSBs દ્વારા ફોક્સ હન્ટ ઓપરેશન હાથ ધરવા માટે ચીનના ભાગેડુઓને સ્વૈચ્છિક રીતે પાછા ફરવા માટે દબાણ કરવાના ઉદ્દેશ્યથી તેનો વિસ્તાર કરવામાં આવ્યો હતો.