Today Gujarati News (Desk)
જમ્મુ-કાશ્મીરના પૂંછમાં એક મોટી દુર્ઘટના ઘટી છે. અકસ્માતમાં સેનાના એક વાહનમાં આગ લાગવાના કારણે 3થી 4 જવાનો શહીદ થયા હોવાના અહેવાલ છે. જો કે આ દુર્ઘટના કયા કારણોસર થઈ તે હજુ સુધી સ્પષ્ટ થયું નથી. અત્યાર સુધીની માહિતી અનુસાર, આ દુર્ઘટનામાં કોઈપણ પ્રકારના આતંકવાદી ષડયંત્રની વાત કરવામાં આવી નથી. દુર્ઘટના સમયે આ વાહનમાં લગભગ 8 જવાન હાજર હતા, જેમાંથી અત્યાર સુધીમાં 4 જવાન શહીદ થયા હોવાના અહેવાલ છે.મળતા અહેવાલો અનુસાર, વાહનમાં કેટલોક સામાન રહેલો હતો. જોકે કોઈ કારણસર ટ્રકમાં આગ લાગી જે બાદ તે વધતી જ ગઈ. અકસ્માત સમયે વાહનમાં હાજર જવાન તેની લપેટમાં આવી ગયા હતા. આ અકસ્માત બાદ તપાસ માટે કોર્ટ ઓફ ઈન્ક્વાયરીનો આદેશ આપવામાં આવ્યો છે. આ દુર્ઘટના બાદ સેનાએ લોકોને અપીલ કરી છે કે તેઓ આ અકસ્માત સાથે જોડાયેલા ફોટા અને વીડિયો શેર ન કરે.
મળતા અહેવાલો અનુસાર, વાહનમાં કેટલોક સામાન રહેલો હતો. જોકે કોઈ કારણસર ટ્રકમાં આગ લાગી જે બાદ તે વધતી જ ગઈ. અકસ્માત સમયે વાહનમાં હાજર જવાન તેની લપેટમાં આવી ગયા હતા. આ અકસ્માત બાદ તપાસ માટે કોર્ટ ઓફ ઈન્ક્વાયરીનો આદેશ આપવામાં આવ્યો છે. આ દુર્ઘટના બાદ સેનાએ લોકોને અપીલ કરી છે કે તેઓ આ અકસ્માત સાથે જોડાયેલા ફોટા અને વીડિયો શેર ન કરે.