Today Gujarati News (Desk)
આજની આ ફાસ્ટ લાઇફમાં મોટાભાગના લોકો વજન ઉતારવા માટે જાતજાતની મહેનત કરતા હોય છે. કોઇ જીમાં જાય છે તો કોઇ ડાયટ ફોલો કરીને વજન ઉતારે છે. જો કે હેલ્થને સારી રાખવા માટે વજન ઉતારવું ખૂબ જરૂરી છે. જો તમે વધતા વજન પર પ્રોપર ધ્યાન આપતા નથી તો અનેક સમસ્યાઓ થઇ શકે છે. વધેલું વજન ઉતારવા માટે શરીરને અનેક ઘણી મહેનત પડે છે. આમ, તમને જણાવી દઇએ કે તમારું વજન વધારે છે અને તમે ઘટાડવા ઇચ્છો છો તો આ ડ્રિંક્સ તમારા માટે એક બેસ્ટ ઓપ્શન છે. આ ડ્રિંક્સ તમે પીઓ છો તો વધેલું વજન ફટાફટ ઉતરી જાય છે.
હેલ્થશોટ્સની ખબર અનુસાર વજન ઘટાડવા માટે તમે આ ડ્રિંક પીઓ છો તો સૌથી બેસ્ટ છે. આ ડ્રિંક પીવાથી વજન ઘટી જાય છે. આ એક જાદુઇ રામબાણ ઇલાજ છે. તો જાણો આ ડિટોક્સ ડ્રિંક વિશે તમે પણ..
હર્બલ ડિટોક્સ ટી
તમે વજન ઘટાડવા ઇચ્છો છો તો દરરોજ એક કપ હર્બલ ડિટોક્સ ચા પીઓ. હર્બલ ડિટોક્સ ચામાં અનેક પ્રકારના પદાર્થો એવા હોય છે જેમ કે..આદુ જેવી અનેક જડીબુટ્ટીઓનો ઉપયોગ થાય છે. આ ડ્રિંક તમારા શરીરમંથી અપશિષ્ટ પદાર્થોને ડિટોક્સ કરવાનું કામ કરે છે. આદુ તમારા પાચનને સુધારવાનું કામ કરે છે.
આ પણ વાંચો:આ છે કિડની સ્ટોનના લક્ષણો
હળદર પાણી પીઓ
રસોડામાં હળદર એક એવો મસાલો છે જે અનેક ઔષધીય ગુણોથી ભરપૂર હોય છે. હળદરમાં જલનરોઘી ગુણ હોય છે જે શરીરમાં આવતા સોજાને ઓછા કરે છે અને સાથે જ વજન ઘટાડવામાં મદદ કરે છે. આ માટે તમે ગરમ પાણીમાં હળદર મિક્સ કરો અને એમાં મધ અને લીંબુ નાંખી શકો છો. આ પાણી પાચનમાં મદદરૂપ બને છે.ગરમ પાણી સાથે ઘીનું સેવન કરો
ઘી આપણાં શરીર માટે અનેક રીતે ફાયદાકારક છે. ઘી અને ગરમ પાણીમાં રહેલો આર્યુવેદિક ગુણ વજન ઘટાડવામાં મદદ કરે છે. ઘી અને ગરમ પાણીનું સેવન એક સાથે કરવાથી પાચન તંત્ર સારું થાય છે. ઘીનું સેવન કરવાથી પેટ ભરેલું રહે છે. આ સાથે જ શરીરમાં અનેક પ્રકારની ઉણપ પૂરી થાય છે. ઘી વિટામીન અને ખનીજ તત્વોથી ભરપૂર હોવાને કારણે મેટાબોલિઝમ વધારવામાં મદદ કરે છે.