Today Gujarati News (Desk)
આગામી 09 એપ્રિલના રોજ રાજયમાં આશરે 10 લાખ વિદ્યાર્થીઓ જુનિયર ક્લાર્કની પરીક્ષા આપવાના છે. હાલ જુનિયર ક્લાર્કની પરીક્ષાને લઈ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. અગાઉના જુનિયર ક્લાર્ક પેપર લીક કેસમાં ગુજરાત ATSએ હાલ વધુ 10 આરોપીઓની ધરપકડ કરી છે. જુનિયર ક્લાર્ક પેપર લીક મામલે અત્યાર સુધીમાં 25થી વધુ આરોપીની ધરપકડ કરવામાં આવી છે.
જુનિયર ક્લાર્ક પરીક્ષા પેપરલીંક મામલે ગુજરાત ATS ટીમ ખૂબ સક્રિય જોવા મળી રહી છે અને તે એક પછી એક તમામ આરોપીઓની ધરપકડ કરી રહી છે. એવામાં હાલ જુનિયર ક્લાર્ક પેપરલીક કેસમાં સંડોવાયેલા વધુ 10 આરોપી ઝડપાયા છે. જે બાદ હવે જુનિયર ક્લાર્ક પેપરલીક કેસમાં અત્યાર સુધી 25થી વધુ આરોપીઓ ઝડપાયા છે.
ગઈકાલે બોર્ડ અધ્યક્ષે કહ્યું હતું કે, ગેરરીતિ આચરનાર સામે કડક કાર્યવાહી કરાશે
હસમુખ પટેલે જૂનિયર ક્લાર્કની પરીક્ષા મુદ્દે કહ્યું હતું કે, પરીક્ષામા હાજર રહેનાર સ્ટાફને તાલીમ અપાઈ છે. ગેરરીતિ અટકાવવા બાબતનો કાયદો લાગુ કરવામાં આવ્યો છે. જેથી ભવિષ્યમાં ઉદાહરણ રૂપ કિસ્સામાં 5થી 10 વર્ષ સુધીની સજા અપાવીશું.પરીક્ષાને લઈ સંપૂર્ણ તૈયારી કરવામાં આવી છે.પ્રશ્નપત્રને લઈ ગુપ્ત માહિતી બહાર પાડવી ગુનો છે અને ગેરરીતિ આચરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.નવા કાયદામાં 10 કરોડ રૂપિયા સુધીનો દંડ સહિતની અનેક જોગવાઇ છે. તેથી જો કોઇ આવી હિંમત કરતું હોય તો હું અત્યારથી જ ચેતવણી આપુ છું કે અટકી જાય કારણ કે પાછળથી જો પકડાશે તો સરકારી પરીક્ષા તો ઠીક પરંતુ આખુ જીવન બગડી જાય તેવી સજા કરવામાં આવશે.