જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાના કડવા પાટીદારોનું ફળદુ વાડી ખાતે બહોળી સંખ્યામાં આગેવાનોની ઉપસ્થિતિમાં સામાજિક મહાસંમેલન મળ્યું હતું, ગુજરાત રાજ્યમાં ચૂંટણીની તૈયારીઓ વચ્ચે વિવિધ સામાજિક સંગઠનો પણ મેદાનમાં આવ્યાં છે.ગીર સોમનાથ અને જૂનાગઢ અને આસપાસના કડવા પાટીદારો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. અહીં ગાઠિલા ઉમિયાધામના પ્રમુખે રાજકીય પક્ષોને ચીમકી આપતાં કહ્યું હતું કે,અમે કહીએ તેમ કરશો તો વાંધો નહીં, નહીંતર અમે અમારી તાકાત બતાવીશું.વસતીની ટકાવારી મુજબ ટિકિટની ફાળવણી કરવા માગ
જેમાં મુખ્યત્વે પાટીદાર સમાજની એકતા, ઉત્કર્ષ માટે આ સંમેલનનું આયોજન કરવામાં આવેલું હતું, તે સમયે ઉમિયાધામ સિદસર અને ઉમિયાધામ ગાઠિલાના બંને પ્રમુખોએ એક સૂર વ્યક્ત કરતા વાલજીભાઈ ફળદુએ જણાવ્યું હતું કે આગામી ચૂંટણીમાં અમારી સંખ્યા મુજબ ટિકિટ નહીં ફાળવે તો, અમે અમારી તાકાત બતાવી દેશું તેવો હુંકાર કર્યો હતો.તો બીજી તરફ વસ્તીની ટકાવારી અને સમર્થકોની ટકાવારી મુજબ આગામી ચૂંટણીમાં ટિકિટની માંગણી કરી હતી. જેને લઈ બન્ને સંસ્થાના પ્રમુખના નિવેદનથી હાલ જૂનાગઢ અને ગીર સોમનાથમાં રાજકીય હલચલ તેજ બની છે.ત્યારે ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે કોઈ પણ પાર્ટીને કોઈપણ સમાજની નારાજગી વહોરવી પોષાય તેમ નથી.અમારા સમાજની સંખ્યા જોઈને દરેક રાજકીય પક્ષ વિચારે-જેરામભાઈ
વાંસજાળિયા
સિદસરના પ્રમુખ જેરામભાઈ વાંસજાળીયા અને ગાઠિલાના પ્રમુખ વાલજીભાઈ ફળદુએ એક જ સૂર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, આજનું સંમેલન કડવા પાટીદાર સમાજના પરિવારોની એકતા અને સંગઠન માટેનું સંમેલન હતું. જેમાં સમાજના ઉત્કર્ષ માટે જૂનાગઢ અને ગીર-સોમનાથ જિલ્લામાંથી મોટી સંખ્યામાં કડવા પાટીદાર ભાઈઓ-બહેનો ઉપસ્થિત રહ્યાં હતાં. વિધાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે સ્વાભાવિક છે કે, એ બાબતે પણ અમારા સમાજની સંખ્યા જોઈને દરેક રાજકીય પક્ષ વિચારે. અમારે કોઈ સમાજનો વિરોધ નથી. બિઝનેસ, ઉદ્યોગ ક્ષેત્રે અમારા સમાજનું મોટું યોગદાન રહેલું છે, ત્યારે અમોએ દરેક રાજકીય પક્ષો પાસે અમારી સંખ્યા મુજબ ટિકિટની માંગણી કરી છે. જો અમોને અન્યાય થશે કે, અમે કહીશું એમ નહી થાય તો અમારી તાકાત બતાવીશું. કડવા પાટીદારોની બાદબાકી થશે તો જે કરવું પડે તે કરીશું.