Today Gujarati News (Desk)
અમેરિકાની સૌથી મોટી ફાર્માસ્યુટિકલ કંપનીઓ પૈકીની એક Johnson & Johnson એ ગઈકાલે વર્ષો જૂના કેસનો અંત લાવવા US $890 મિલિયનની કેસ નિરાકરણ ઓફર કરી હતી. જેમના વિરુદ્ધ દાવો કે Johnson & Johnsonના ટેલ્કમ પાઉડર ઉત્પાદનો કેન્સરનું કારણ બને છે. ન્યુ જર્સી સ્થિત આ કંપનીએ સમાધાન માટે કોર્ટ દ્વારા મંજૂરી મુજબ કોસ્મેટિક ટેલ્ક લિટિગેશનમાંથી ઉદ્ભવતા તમામ દાવાઓનું નિરાકરણ કરશે.
જો આ ઓફર કોર્ટ દ્વારા મંજૂર કરવામાં આવે, તો $8.9 બિલિયન ચૂકવી યુનાઇટેડ સ્ટેટ્સમાં અત્યાર સુધીનું સૌથી મોટો સોદો હશે, અત્યાર સુધી માત્ર તમાકુ કંપનીઓ અને opioid ઉત્પાદકો આ પ્રકારની ડીલ કરતા આવ્યા છે.
શા માટે કેસ થયો છે ?
Johnson & Johnson સામે હજારો કેસ પેન્ડિંગ છે, જેમાં આરોપ છે કે તેના ટેલ્કમ પાવડરમાં એસ્બેસ્ટોસના નિશાન છે, જે અંડાશયના કેન્સરનું કારણ બને છે. કંપનીએ ક્યારેય કોઈ ગેરરીતિ સ્વીકારી નથી, પરંતુ મે 2020 માં તેણે યુએસ અને કેનેડામાં તેના ટેલ્ક આધારિત બેબી પાવડરનું વેચાણ બંધ કરી દીધું હતું.આગામી 25 વર્ષમાં હજારો દાવેદારોને US$890 મિલિયન ચૂકવશે
Johnson & Johnson અનુસાર, તેની પેટાકંપની LTL મેનેજમેન્ટ LLC દ્વારા, આગામી 25 વર્ષમાં હજારો દાવેદારોને US$890 મિલિયન ચૂકવશે. આ દાવાઓને હેન્ડલ કરવા માટે LTL મેનેજમેન્ટ LLCની રચના કરવામાં આવી હતી અને નાદારી સુરક્ષા માટે ફાઇલ કરવામાં આવી હતી.