Today Gujarati News (Desk)
ભારત સરકાર દ્વારા મોટર વ્હીકલ એક્ટ મુજબ વિવિધ કાયદાની જોગવાઈ છે. જેમાં પુર ઝડપે વાહન હંકારવુ, વગર કારણે જોર જોરથી હોર્ન વગાડવું, ગાડીના કાગળ, પીયુસી વગેરે બાબતે ચોક્કસ નિયમોની જોગવાઈ છે. ભારત સરકાર દ્વારા કાયદો અને સુરક્ષા વ્યવસ્થાને લઈને અનેક નિયમો બનાવેલ છે. ભારતીય મોટર વ્હીકલ એક્ટ મુજબ વાહન ચાલકે વાહનના કાગળો સાથે રાખવા તેમજ વાહન ચાલકે પીયુસી, વીમાના કાગળો સાથે રાખવા કાયદાની જોગવાઈમાં દર્શાવેલ છે.
મોટર વ્હીકલ એક્ટ મુજબ વાહન બાબતે ચોક્કસ નિયમોની જોગવાઈ છે
ભારતીય મોટર વ્હીકલ એક્ટ મુજબ પુર ઝડપે વાહન હંકારવુ, જોર જોરથી હોર્ન વગાડવું, ગાડીના કાગળ સાથે રાખવા, પીયુસી વગેરે બાબતે ચોક્કસ નિયમોની જોગવાઈ છે. આ બધુ આપણે સૌ જાણતા હોવા છતા પણ નિયમોનું ઉલ્લંઘન કરીએ છીએ. પરંતુ આ બાબતે સરકાર હવે ગંભીર બની છે. જો નિયમોનું ઉલ્લંઘન કરશો તો મોટો દંડ ભરવા માટે તૈયાર રહેજો.
કોઈ પણ કારણ વગર હોર્ન વગાડવામાં આવે રુપિયા એક હજારનો થઈ શકે છે દંડ
આપણે સૌ હોર્નનો ઉપયોગ તો કરતાં જ હોઈએ છીએ પરંતુ આ હોર્નનો ગેરઉપયોગ કરવો તેમજ કોઈને ખલેલ પહોચે તેવી રીતે હોર્ન વગાડવું ગુનો બને છે. તેના માટે કાયદામાં વિશેષ જોગવાઈ છે. આ ઉપરાંત પ્રતિબંધિત વિસ્તારમાં હોર્ન વગાડનારને મોટો દંડ થઈ શકે છે. ભારતીય મોટર વ્હીકલ એક્ટની કલમ 194 મુજબ કોઈ પણ વ્યકિત સતત કોઈ પણ કારણ વગર હોર્ન વગાડે છે તો તેને રુપિયા એક હજારનો દંડ થઈ શકે છે.
બાઈક રેસર્સ માટે પણ કાયદામાં જોગવાઈ
રાજ્યમાં કેટલાક શહેરોમાં યુવાઓ બાઈક રેસીંગ કરતા હોય છે. આ માટે પણ કાયદામાં ચોક્કસ જોગવાઈ છે. આ માટે ભારતીય મોટર વ્હીકલ એક્ટની કલમ 189 મુજબ રુપિયા પાંચ હજાર સુધીનો દંડની જોગવાઈ છે.