Today Gujarati News (Desk)
નાણાકીય વર્ષ 2022-23 માટે ટેક્સ બચાવવાની છેલ્લી તારીખ 31 માર્ચ 2023 છે અને હવે તેમાં બે મહિનાથી પણ ઓછો સમય બાકી રહી ગયો છે અને જો તમે કર રાહત અંગે વિચારવાનું શરું કર્યું નથી તો હવે વહેલીતકે શરું કરી દો. અત્યારે સમય છે કે તમારે પગલા ઉઠાવી લેવા જોઈએ. મોટાભાગના લોકોને ટેક્સ રાહત માટે કાયદાની એક જ કલમ અંગે જાણકારી હોય છે જે અંતર્ગત કર રાહત મળે છે, આ છે કલમ 80સી જે તમારી ટેક્સેબલ આવકને ઓછી કરવામાં મદદરુપ થાય છે.
આ માટે મોટાભાગના લોકો પીપીએફ, એલઆઈસી અને એનસીસી જેવી યોજનાઓમાં રોકાણ કરે છે અને કલમ 80સી અંતર્ગત રાહત મેળવવા પ્રયાસ કરે છે. જોકે આ કાયદામાં રોકાણની ઉપરની મર્યાદા પ્રતિ વર્ષ દોઢ લાખ જ છે. તેવામાં મોટભાગના ટેક્સ પેયર્સ આ મર્યાદા જેટલું રોકાણ કરી દે છે અને તેમ છતાં તેમની આવક ટેક્સેબલ સ્લેબમાં આવે છે. જો તમારી સાથે પણ તેવું થઈ રહ્યું હોય તો ડરવાની જરુર નથી અમે આજે તમને કાયદાની કેટલીક એવી જાણકારી આપીશું જેની મદદથી તમે 80 સીની મર્યાદા પૂર્ણ થયા પછી પણ બાકી રહેતી રકમ પર ટેક્સમાં રાહત મેળવી શકો છો.
પરિવાર માટે આરોગ્ય વીમો: ટેક્સમાં રાહત માટે તમે આરોગ્ય વીમો લઈ શકો છો અને કલમ 80 સી અંતર્ગત ઈન્કમ ટેક્સ છૂટનો લાભ ઉઠાવી શકો છો. જોકે તમે ત્યારબાદ પોતાના બાળકો, માતા-પિતા અને જીવનસાથી માટે પણ વીમો ખરીદીને ટેક્સ બચાવી શકો છો. તમે પોતાના માતા પિતા માટે આરોગ્ય વીમો લઈને કલમ 80D અંતરગ્ત 25000 રુપિયા અને જો માતા-પિતા વરિષ્ઠ નાગરિક છે તો 50 હજાર રુપિયા સુધીની કર રાહત માટે દાવો કરી શકો છો.
એજ્યુકેશનલ સ્કોલરશિપ: ઇન્કમ ટેક્સના કાયાદની કલમ 10(16) અંતર્ગત શિક્ષણ માટે સ્કોલરશિપના સ્વરુપે મળેલી કોઈપણ રકમ ટેક્સ યોગ્ય નથી. પછી તે સરકારી સ્કોલરશીપ હોય કે પ્રાઈવેટ ટ્રસ્ટ તરફથી મળી હોય.