Today Gujarati News (Desk)
ભારતીય ટીમ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 4 મેચની બોર્ડર-ગાવસ્કર શ્રેણીની પ્રથમ ટેસ્ટ નાગપુરમાં રમાઈ રહી છે. મેચનો આજે બીજા દિવસના અંતે અક્ષર અને જાડેજા વચ્ચે 81 રન પાર્ટનરશીપ થઈ હતી. રવીન્દ્ર જાડેજાએ બોલીંગમાં કમાલ કર્યા બાદ બેટીંગમાં પણ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું. ભારતનો સ્કોર બીજા દિવસના અંતે સાત વિકેટે 321 રન થયા. હાલ ભારત ઓસ્ટ્રેલિયાથી 144 રન આગળ છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયન ટીમ પ્રથમ ઈનિંગમાં 177 રનમાં ઓલઆઉટ થઈ હતી. સ્પિનર રવિન્દ્ર જાડેજાએ 5 વિકેટ ઝડપી હતી.
ભારતીય ટીમ
રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, શ્રીકર ભરત (વિકેટકીપર), રવિન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન, અક્ષર પટેલ, મોહમ્મદ શમી અને મોહમ્મદ સિરાજ.
ઓસ્ટ્રેલિયાની ટીમ
ડેવિડ વોર્નર, ઉસ્માન ખ્વાજા, માર્નસ લાબુશેન, સ્ટીવ સ્મિથ, મેટ રેનશો, પીટર હેન્ડ્સકોમ્બ, એલેક્સ કેરી (wk), પેટ કમિન્સ, નાથન લિયોન, ટોડ મર્ફી, સ્કોટ બોલેન્ડ
ટેસ્ટ ચેમ્પિયનશિપ માટે આ શ્રેણી મહત્વપૂર્ણ
બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં ભારતીય ટીમની નજર ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ પર ટકેલી છે. આ શ્રેણી બાદ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ 7 થી 11 જૂન દરમિયાન લંડનમાં યોજાવાની છે. ટેસ્ટ ચેમ્પિયનશિપ પોઈન્ટ ટેબલની ટોપ-2 ટીમો વચ્ચે આ ફાઈનલ મેચ રમાશે. ઓસ્ટ્રેલિયન ટીમે નંબર-1 પર રહીને પોતાનું સ્થાન લગભગ નિશ્ચિત કરી લીધું છે.