Today Gujarati News (Desk)
પોતાના રોજબરોજના જીવનમાં આપણે લગભગ દરેક સમયે ટેકનોલોજી અને ગેજેટ્સથી ઘેરાયેલા રહીએ છીએ. સ્માર્ટફોન સહિત અમુક ઈલેક્ટ્રોનિક ગેજેટ્સનો ઉપયોગ આજકાલ ખૂબ વધી ગયો છે. તેના વિના થોડા કલાક પણ રહેવુ ખૂબ મુશ્કેલ લાગે છે. આજે જ્યારે લોકો ઈલેક્ટ્રોનિક ગેજેટ્સથી થોડી મિનિટ પણ દૂર રહી શકતા નથી તો મહારાષ્ટ્રમાં એક એવુ ગામ પણ છે, જ્યાં લોકો સાંજના સમયે લગભગ 2 કલાક સુધી ડિજિટલ દુનિયાથી સંપૂર્ણરીતે અલગ થઈ જાય છે. તેઓ તમામ ઈલેક્ટ્રોનિક ડિવાઈસને સંપૂર્ણરીતે બંધ કરી દે છે.
સાયરન વાગતા જ ડિજિટલ દુનિયાથી અલગ થઈ જાય છે લોકો
આજના સમયમાં લેપટોપ, સ્માર્ટફોન જેવા ડિવાઈસનો ઉપયોગ ખૂબ વધારે થવા લાગ્યો છે. ચોક્કસપણે આ ગેજેટ્થી આપણુ જીવન સરળ થઈ ગયુ છે, પરંતુ આનાથી અમુક પ્રકારના નુકસાન પણ થાય છે. જેની આપણા શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પર ઊંડી અસર પડે છે. મહારાષ્ટ્રના સાંગલી જિલ્લાના મોહિતયાંચે વડડાગામમાં દરરોજ સાંજે સાત વાગે એક સાયરન વાગે છે. સાયરનનો અવાજ સાંભળતા જ ગામના લોકો ઈલેક્ટ્રોનિક ગેજેટ્સ જેમ કે મોબાઈલ ફોન, લેપટોપ, ટીવી, ટેબલેટ વગેરેને દોઢ કલાકથી વધુ સમય માટે બંધ કરી દે છે. એટલુ જ નહીં ગામના અમુક લોકો ઘરે-ઘરે જઈને આનું ચેકિંગ પણ કરે છે કે કોઈ ગેજેટનો ઉપયોગ તો નથી કરી રહ્યુ ને. આ પ્રક્રિયાને ડિજિટલ ડિટોક્સ કહેવામાં આવે છે.
ડિજિટલ દુનિયાથી દૂર રહે છે લોકો
ડિજિટલ ડિટોક્સ પ્રક્રિયા હેઠળ લોકો સંપૂર્ણ રીતે ડિજિટલ દુનિયાથી દૂર રહે છે. તે સંપૂર્ણરીતે સોશિયલ મીડિયાથી લઈને તમામ ઈલેક્ટ્રોનિક ડિવાઈસથી થોડુ અંતર રાખી લે છે. ડિજિટલ ડિટોક્સ ટાઈમ પીરિયડમાં લોકો કોમ્પ્યુટર, સ્માર્ટફોન, સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતા નથી.