Today Gujarati News (Desk)
ટુડે ન્યુઝ ગુજરાતી,ધ્રુવ પરમાર ,બનાસકાંઠા /
ડીસામાં વર્ષો જૂની તાલુકા પંચાયત કચેરી ,જર્જરિત હાલતમાં છે. ત્યારે હવે રાજ્ય સરકાર નવીન તાલુકા પંચાયત કચેરી બનાવવા જઈ રહી છે .આ નવીન તાલુકા પંચાયત કચેરી અત્યાધુનિક હશે. તેમજ તમામ અધિકારીઓ કર્મચારીઓ માટે તમામ સુવિધાઓ સજજ બનશે . ૨૬૦ લાખના ખર્ચે આ નવીન આધુનિક સુવિધા સાથેની કચેરી નું નિર્માણ થશે. જેમાં મળતાં ઇનપુટ મુજબ ,ટુંક સમયમાં ડીસાના ધારાસભ્ય ના હસ્તે ટીસીડી ગ્રાઉન્ડ ખાતે આ નવીન કચેરી આકાર પામશે અને તેનું ભૂમિ પૂજન પણ કરવામાં આવશે.
ડીસામાં નવનિયુક્ત તાલુકા વિકાસ અધિકારી,શ્રેષ્ઠ રાજધર્મ નિભાવતા બન્યા લોકપ્રિય..
ડીસા તાલુકા પંચાયતનું વર્તમાન જર્જરિત બિલ્ડિંગ |
ડીસા તાલુકા પંચાયત કચેરીમાં અગાઉ અનેક વિવાદો થયા હતા.જેમાં ચાલુ ફરજ દરમ્યાન પૂર્વ ટીડીઓ નશાયુક્ત હાલતમાં હોવાના કથિત આક્ષેપો અહી કામકાજ અર્થે ક્રીમિલેયર સર્ટિફિકેટ કઢાવવા આવેલ વિદ્યાર્થીઓએ કર્યા હતા.અને પૂર્વ ટીડીઓ વિરૂદ્ધ પોલીસ તપાસ થઈ હતી.જોકે નવનિયુક્ત મહિલા અધિકારી રૂબીબેન રાજપૂત ની ડીસા ટીડીઓ તરીકે નિયુક્તિ થતાં,આ કચેરીમાં રોનક આવી છે ,અહી વર્ષો જૂના દબાણો તોડી,તેઓએ રાજધર્મ નિભાવ્યો હતો.તો વળી વર્ષો જૂની તાલુકા પંચાયત નવીનીકરણની ધૂળ ખાતી ફાઈલ આ મહિલા અધિકારીએ સરકાર સાથે સંકલનમાં રહી ,સતત રજૂઆત કરતાં હવે તેમની મહેનત તેમજ સ્થાનિક ધારાસભ્ય ની રજૂઆત રંગ લાવતાં હવે નવીન તાલુકા પંચાયત ભુવન આકાર પામશે .
નવીન તાલુકા પંચાયત કચેરી ૬૪૦૦ ફૂટ જમીન પર આકાર પામશે.જેમાં ટીડીઓ,તેમજ તાલુકા પંચાયત પ્રમુખ,ઉપપ્રમુખ તેમજ સભ્યો માટે ચેમ્બર તેમજ સભાખંડ બનાવવામાં આવશે.જૂની તાલુકા પંચાયત કચેરી જર્જરિત થતાં રાજ્ય સરકાર પાસે નવીન કચેરી માટે રજૂઆત કરાતાં ,સરકારે આ વ્યાજબી માંગ અને જરૂરિયાત ને ન્યાય આપ્યો છે.આમ નવીન તાલુકા પંચાયત કચેરી આકાર પામતા અહી વિવિધ કામોએ આવતા અરજદારો ને સુવિધા મળસે.આગામી ૩૦ મી તારીખે ડીસા નાં ધારાસભ્ય પ્રવીણભાઈ ગોરધનભાઈ માળી હસ્તે આ કચેરી નું ભૂમિપૂજન કરાશે તેવું ડીસા તાલુકા પંચાયત પ્રમુખ જીજાબેન બોકરવાડિયા એ જણાવ્યું હતું …