ડીસામાં જિલ્લા પ્રમુખની અધ્યક્ષતા માં પ્રેસ કોન્ફરન્સ |
Today Gujarati News (Desk)
ધ્રુવ પરમાર ,બનાસકાંઠા
દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજી ના નેતૃત્વમાં કાર્યરત કેન્દ્ર સરકારને સફળતાપૂર્વક નવ વર્ષ પુર્ણ થવાના ઉપલક્ષમાં ગઇકાલે ડીસા માર્કેટયાર્ડ ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી.જેમાં મોટી સંખ્યામાં પ્રિન્ટ તેમજ ઇલેક્ટ્રોનિક મીડિયાના પત્રકાર મિત્રોએ ભાગ લીધો હતો.
બનાસકાંઠા જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા 30મી મે થી 30મી જૂન સુધી વિશેષ “જન સંપર્ક અભિયાન” યોજાશે
દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજી ના નેતૃત્વ હેઠળ ભારતીય જનતા પાર્ટીની કેન્દ્ર સરકાર સફળતાના ૯ વર્ષ પૂર્ણ કરવા જઈ રહી છે ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા “વિશેષ જનસંપર્ક અભિયાન” કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું છે જે અંતર્ગત વિવિધ કાર્યક્રમોને અનુલક્ષીને ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ અને પેજ કમિટીના પ્રણેતા આદરણીય શ્રી સી.આર.પાટીલજી, સંગઠન મહામંત્રી આદરણીય શ્રી રત્નાકરજી, પ્રદેશ મહામંત્રી અને દક્ષિણ ઝોનના પ્રભારી આદરણીય શ્રી પ્રદીપસિંહ વાઘેલાજીની સૂચના અને માર્ગદર્શન મુજબ બનાસકાંઠા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના માનનીય પ્રમુખ શ્રી કીર્તિસિંહ વાઘેલાના અધ્યક્ષ સ્થાને ગઇકાલે “પત્રકાર પરિષદ” નું ડીસાની માર્કેટ યાર્ડ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું..
જેમાં જિલ્લા પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાએ આગામી તારીખ ૩૦ મે થી ૩૦ જૂન સુધી “વિશેષ જનસંપર્ક અભિયાન” હેઠળ કરવામાં આવેલ વિવિધ કાર્યક્રમોના આયોજન અંગેની વિગતવાર માહિતીઓ આપી હતી.
જેમાં જિલ્લા પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાએ દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઇ મોદીજી ના માર્ગદર્શન માં કાર્યરત કેન્દ્ર સરકાર ના ૯ વર્ષ સેવા,સુશાસન,અને ગરીબ કલ્યાણ તરીકે કામ કર્યું છે જેમાં પી.એમ. જનધન યોજના,પી.એમ.ઉજવલા યોજના,પી.એમ.કિસાન યોજના,પી.એમ.ગતિશક્તિ,અટલ પેંશન યોજના,જળ જીવન મિશન,પી.એમ.ગરીબ કલ્યાણ અન્ન યોજના,પી.એમ.માતૃવંદના યોજના,ઉડાન યોજના અને અનેક ગણા વિકાસ ના કાર્યો, રાષ્ટ્રહિત ના કાર્યો સુશાસન ના નવ વર્ષ ની અનેક સિદ્ધિઓ ની માહિતીઓ આપી હતી
જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી કીર્તિસિંહ વાઘેલાએ “વિષેશ જનસંપર્ક અભિયાન” હેઠળ યોજાનાર વિવિધ કાર્યક્રમોની રૂપરેખા આપતા જણાવ્યું હતું કે આગામી ૩૦ મે થી ૩૦ જૂન ૨૦૨૩ સુધી વિવિધ કાર્યક્રમો યોજનાર છે.જે નીચે છે.
તારીખ ૩૦/૩૧ મે ના રોજ પ્રારંભ રેલી દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા મહાસભાથી અભિયાનનો શુભારંભ..
૧ થી ૬ જૂન/ સંપર્ક થી સમર્થન કાર્યક્રમ,
૧ જુન થી ૨૦ જૂન/વિકાસ તીર્થ
૫ જૂન થી ૨૦ જૂન લાભાર્થી સંમેલન (મંડળ સ્તરે)
૧૦ જૂન થી ૧૫ જૂન વેપારી સંમેલન (લોકસભા સ્તરે)
૧૦ જૂન થી ૨૦ જૂન પ્રબુદ્ધ સંમેલન (લોકસભા સ્તરે)
૧૫ જૂન થી ૨૦ જૂન સંયુક્ત મોરચા સંમેલન
૨૧ જૂન વિશ્વ યોગ દિવસ (વિધાનસભા/મંડળ સ્તરે)
૨૩ જૂન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી સાથે વીસી,
૨૩ જુન વરિષ્ઠ કાર્યકર્તાઓ/ભોજન/વાર્તાલાપ,
૨૫ જૂન થી ૩૦ જૂન ઘર ઘર સંપર્ક (બુથ સ્તરે)
તેમજ કેન્દ્ર,પ્રદેશની યોજના પ્રમાણે વિશાળ જનસભા (લોકસભા સ્તરે) કાર્યક્રમો યોજાનાર હોવાની માહિતીઓ આપી હતી.
જિલ્લા વહેપારી મથક ડીસા નાં માર્કેટ યાર્ડ ખાતે યોજાયેલ પત્રકાર પરિષદમાં,જિલ્લા પ્રમુખ સાથે પ્રદેશ મીડિયા પદાધિકારી અને વિશેષ સંપર્ક અભિયાન જિલ્લા ઇન્ચાર્જ શ્રી લક્ષ્મણસિંહ રાજપૂત, ધાનેરા વિધાયક માવજીભાઈ પટેલ બનાસકાંઠા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી,કનુભાઈ વ્યાસ, સંજયભાઈ બ્રહ્મભટ્ટ,તેમજ શ્રેયાસભાઈ પ્રજાપતિ,જિલ્લા મીડિયા કન્વીનર ધનેશ પરમાર,જિલ્લા વિશેષ જનસંપર્ક અભિયાનના ઇન્ચાર્જ શ્રી આશુતોષભાઈ બારોટ, ઉપસ્થિત રહ્યા હતા.જ્યારે આ પ્રેસ કોન્ફરન્સમાં મોટી સંખ્યામાં પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક્સ મીડિયા કર્મીઓ ખાસ હાજર રહ્યા હતા.