Today Gujarati News (Desk)
ચીનમાં સરકારમાં હવે મોટાપાયે ફેરફાર કરવામાં આવી રહ્યા છે. આ ક્રમમાં લી ઝિયાંગ ચીનના નવા વડાપ્રધાન બની ગયા છે. જેઝિયાંગના ગવર્નર અને શાંઘાઈની પાર્ટીના પ્રમુખ રહી ચૂકેલા લી રાષ્ટ્રપતિ શી જિનપિંગના ખૂબ નજીકના મનાય છે. લી ઝિયાંગની છબી બિઝનેસ સમર્થક રાજનેતા તરીકેની રહી છે.
ઓક્ટોબર 2022 માં આયોજિત ચીનની સંસદ નેશનલ પીપલ્સ પાર્ટીની બેઠકમાં તેમને નવા વડાપ્રધાન તરીકે નામાંકિત કરવામાં આવ્યા હતા અને હવે તાજેતરમાં ચીનમાં ચાલી રહેલા ટુ-સેશન દરમિયાન લી ઝિયાંગના નામને મંજૂરી આપવામાં આવી હતી. તેની સાથે જ ૧૦ વર્ષથી નંબર-રની સત્તા સંભાળી રહેલા લી કેકિયાંગનું પદ હવે છીનવાઈ ગયું છે.
President Xi’s close aide Li Qiang becomes China’s new Premier
Read @ANI Story | https://t.co/XeEfJGPgqV#China #LiQiang #PresidentXi #XiJingping pic.twitter.com/dbvuCru3yu
— ANI Digital (@ani_digital) March 11, 2023