Today Gujarati News (Desk)
(ધનેશ પરમાર,બનાસકાંઠા)
બનાસકાંઠા જિલ્લા વિકાસ અધિકારી ડો.સ્વપ્નિલ ખરે દ્વારા સાચા અર્થમાં રાજધર્મ નિભાવવામાં આવતા જિલ્લામાં તેમની લોકપ્રિયતા નો ગ્રાફ વધતો જાય છે .ત્યારે આજે તાલુકા પંચાયતોમાં કર્મચારીઓ સમયસર હાજર રહે છે કે નહીં અને કેવી રીતે કામ કરી રહ્યા છે તે અંગે જાણકારી મેળવવા માટે બનાસકાંઠા જિલ્લા વિકાસ અધિકારીએ ડીસા તાલુકા પંચાયતની ઓચિંતી મુલાકાત લીધી હતી.તેમજ હાજર કર્મચારીઓને જરૂરી સલાહ સૂચનો કર્યા હતા.
બનાસકાંઠા જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરેએ ડીસા તાલુકા પંચાયત કચેરીની ઓચિંતી મુલાકાત લીધી હતી. ડીડીઓની મુલાકાત દરમિયાન પંચાયતમાં તમામ સ્ટાફ હાજર મળતા ડીડીઓએ સંતોષ વ્યક્ત કર્યો હતો. કચેરીના વિવિધ વિભાગોમાં જઈ તેઓએ કામગીરીનું સર્વેક્ષણ કરી રિપોર્ટ મેળવ્યા હતા.અને ઓફિસમાં આવનાર અરજદાર લોકો સાથે કર્મચારીઓ કેવી રીતે વર્તન કરે છે. લોકોને સમસ્યાઓનો કેવી રીતે નિકાલ કરે છે તે અંગે કામગીરીની સમીક્ષા કરી જિલ્લા વિકાસ અધિકારીએ જરૂરી સલાહ સૂચનો કર્યા હતા.
આ અંગે ડીડીઓ સ્વપ્નિલ ખરેએ જણાવ્યું હતું કે, ડીસા તાલુકા પંચાયત કચેરીની મુલાકાત દરમિયાન તમામ સ્ટાફ હાજર જોવા મળ્યો હતો તેમજ જે હાજર નથી તે પણ ફિલ્ડના કામમાં રોકાયેલો છે. જેથી તાલુકા પંચાયતના સ્ટાફના કામથી સંતોષ વ્યક્ત કર્યો હતો.
લંપી વાયરસ ને નાથવા ડીડીઓ સ્વપ્નિલ ખરે નું અમૂલ્ય યોગદાન…
બનાસકાંઠા જિલ્લાના રાજસ્થાનને અડીને આવેલા સરહદી વિસ્તારોની અંદર આવેલા ગામોમાં થોડા સમય અગાઉ પશુઓમાં લમ્પી વાયરસ આવતા પશુપાલકોમાં ફફડાટ ફેલાયો હતો. રાજસ્થાન ને અડીને આવેલા દિયોદર તાલુકાના ગામડાઓ તેમજ ધાનેરા તાલુકાના મગરાવા, લવારા અને જાડી ગામમાં લમ્પી વાયરસ મોટા પ્રમાણમાં પશુઓમાં દેખાતા,ડીડીઓ સ્વપ્નિલ ખરે મોનીટરીંગ નીચે વહીવટી તંત્ર ની ટીમો એલર્ટ બની હતી.અને પશુપાલન વિભાગ દ્વારા 34 જેટલી ટીમો બનાવીને સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં જ્યાં લમ્પી વાયરસ પશુઓમાં જોવા મળ્યો ત્યાં સર્વે હાથ ધરવામાં આવી હતી. જિલ્લા માં લમ્પી વાયરસ ને નાથવામાં ડીડીઓ ની જાગૃતિ એ રેકર્ડ બ્રેક રાહત મદદ મળી હતી
વાદી વસાહતમાં પ્લોટની ફાળવણી કરી,શ્રમિકોની ઉત્તમ મદદ કરી ..
ગરીબ અને વિચરતી વિમુક્તી જાતિ નાં અનેક લોકો ને ધર માટે પ્લોટ ની ફાળવણી નાં અનેક કેસોમાં ડીડીઓ સ્વપ્નિલ ખરે દ્વારા તત્પરતા દાખવી જિલ્લામાં જરૂરિયાત મંદ લોકોને પ્લોટ તેમજ સરકારી સુવિધાઓ નો લાભ અપાયો છે જેમાં કાકર વાદી વસાહત માં પ્લોટ ની ફાળવણી કરવામાં તેઓનું મહત્વનું યોગદાન રહ્યું હતું. જેના વાદી પરિવાર સાથે તેમનું સંગીત યંત્ર પુંગી વગાડતો તેમનો ફોટો તેમની નાના માણસો સાથે ની મેત્રી ભાવ નો સંદેશ બન્યો હતો.