Today Gujarati News (Desk)
આજે દિલ્હીમાં કેન્દ્રિય કેબિનેટની બેઠકનું આયોજન કરવામાં આવ્યુ છે. આ બેઠકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અનેક મોટા નિર્ણયો લઈ શકે છે. ભારતીય જનતા પાર્ટીની રાષ્ટ્રીય કાર્યકારિણીની બે દિવસીય બેઠકમાં જે.પી નડ્ડાનો ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષના તરીકેનો કાર્યકાળ જૂન 2024 સુધી લંબાવવામાં આવ્યો હતો. બધાની નજર આ બેઠક પર છે.
ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક બાદ હવે દેશની રાજધાનીમાં કેન્દ્રીય કેબિનેટની બેઠક યોજાવા જઈ રહી છે. આ બેઠકનું નેતૃત્વ વડાપ્રધાન મોદી કરવાના છે. તેઓ બેઠકમાં કેટલાક મહત્ત્વપૂર્ણ નિર્ણયો પણ લઈ શકે છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે મને વિશ્વાસ છે કે પીએમ મોદી અને જે.પી.નડ્ડાના નેતૃત્વમાં ભાજપ 2024ની લોકસભા ચૂંટણીને ભારે બહુમતથી જીતશે. નરેન્દ્ર મોદી ફરી એકવાર વડાપ્રધાન તરીકે દેશનું નેતૃત્વ કરશે.
નડ્ડાનો કાર્યકાળ વધારવા રાજનાથે પ્રસ્તાવ રજૂ કર્યો હતો
ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીની બે દિવસની બેઠકમાં ભાજપના અધ્યક્ષ તરીકે જે.પી.નડ્ડાનો કાર્યકાળ 2024 સુધી લંબાવવામાં આવ્યો હતો. નડ્ડાનો કાર્યકાળ વધારવાનો પ્રસ્તાવ કેન્દ્રીય સંરક્ષણમંત્રી રાજનાથ સિંહે રજૂ કર્યો હતો. આ પ્રસ્તાવ પર બધાએ સંમતિ આપી હતી.
PMએ સાંસ્કૃતિક રાષ્ટ્રીય એકતા પર ભાર મૂક્યો
સૂત્રોએ જણાવ્યું હતું કે આ પહેલા સોમવારે પીએમ મોદીએ પાર્ટી કાર્યકરોને ભવિષ્યમાં મજબૂત સાંસ્કૃતિક રાષ્ટ્રીય એકતા સ્થાપિત કરવા કાશી-તમિલ સંગમમ જેવા વધુ કાર્યક્રમોની રુપરેખા તૈયાર કરવા કહ્યું હતું. દેશને એક સૂત્રમાં બાંધતા કાર્યક્રમો પર ભાર મૂકતા પીએમ મોદીએ કહ્યું હતું કે બધા રાજ્યો પોતાની સંસ્કૃતિ, સભ્યતા અને વારસાને એકબીજા સાથે શેર કરે કે જેથી દેશ સાંસ્કૃતિક રીતે એકજૂટ થઈ શકે.