Today Gujarati News (Desk)
દુષ્કર્મ કેસમાં આસારામને આજીવન કેદની સજા સંભળાવવામાં આવી છે. ગાંધીનગર સેસન્સ કોર્ટે સજા સંભળાવી છે. કલમ 376, 377 હેઠળ આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. ગઈકાલે કોર્ટે આસારામને દોષિત જાહેર કર્યો હતો. દુષ્કર્મ કેસમાં અન્ય 6 લોકો નિર્દોષ જાહેર કરાયા છે. 6 ઓક્ટોબર, 2013ના રોજ ગુનો નોંધાયો હતો. 2001માં દુષ્કર્મ બાદ 2013માં ગુનો નોંધાયો હતો. ગાંધીનગર સેશન્સ કોર્ટ દ્વારા આસારામને 376(2)C, 377,354,342,357,506(2) કલમો હેઠળ સોમવારે દોષિત ઠેરવવામાં આવ્યો હતો. જ્યારે આ કેસના અન્ય 6 લોકોને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા.
કોર્ટે સજા ફટકાર્યા બાદ વકીલે જણાવ્યું હતું કે, આસારામને કલમ 376 હેઠળ આજીવન કેદ, 377 હેઠળ આજીવન કેદ અને અન્ય પાંચ કલમમાં એક-એક વર્ષની સજા, 50 હજાર પીડિતને વળતર તથા નોમિનલ ફાઇન આપનો ઓર્ડર કર્યો છે. આગળ અપીલના સવાલના જવાબમાં વકીલે જણાવ્યું હતું કે, આજીવન પછી મહત્તમ સજા ફાંસીની હોય. બચાવ પક્ષ અપીલ માટે જઇ શકે. એમનો અધિકાર છે. ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે, અન્ય લોકો છૂટ્યા છે તેમની સામે અમે અમારો અભિપ્રાય આપીશું.
ગાંધીનગર સેશન્સ કોર્ટે આ અંગે ગઈકાલે ચુકાદો સંભળાવ્યો હતો
2013ના દુષ્કર્મના કેસમાં આસારામ દોષિત સાબિત થયો છે. ગાંધીનગર સેશન્સ કોર્ટે આ અંગે ગઈકાલે ચુકાદો સંભળાવ્યો હતો, ત્યારે આ કેસમાં આજે આસારામને સજા સંભળાવી છે. જ્યારે બીજી તરફ અન્ય 6 આરોપીઓને નિર્દોશ જાહેર કરાયા છે.
શું છે સમગ્ર મામલો?
મહત્વનું છે કે, સુરતની બે બહેનોએ આસારામ અને તેના પુત્ર નારાયણ સાંઈ સામે બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી. વર્ષ 2013માં બે બહેનો પૈકીની નાની બહેને આસારામના પુત્ર નારાયણ સાંઈ અને મોટી બહેને આસારામ સામે ફરિયાદ નોંધાવી હતી. મોટી બહેનની ફરિયાદ ગાંધીનગર ટ્રાન્સફર કરવામાં આવી હોવાથી આસારામ સામે ગાંધીનગરમાં કેસ ચાલી રહ્યો હતો. 1997થી વર્ષ 2006 સુધી બન્ને પીડિત યુવતીઓ મોટેરા આશ્રમમાં રહેતી હતી અને ત્યાં અવાર નવાર તેમના પર દુષ્કર્મ કરવામાં આવ્યું હતું. આસારામ હાલ રાજસ્થાનના જોધપુરની જેલમાં છે અને હાલ ચાલી રહેલી કેસની સુનાવણીમાં તે વીડિયો કોન્ફરન્સથી જોડાઈ રહ્યો છે.