Today Gujarati News (Desk)
હાલ હજુ વિશ્વમાં કોરોના મહામારી યથાવત છે. ચીનમાં કોરોનાનો પ્રકોપ વધતો જતો જોવા મળી રહ્યો છે. એવામાં ભારતની ચિંતામાં પણ વધારો થઇ શકે છે. કેરળમાં ફરી એકવાર કોરોના મહામારીએ માથું ઉંચકયું છે. તે જ કારણે કેરળ સરકારે ફરીથી રાજ્યમાં દરેક જગ્યાએ માસ્ક પહેરવાનું ફરજિયાત બનાવ્યું છે.
સરકારે આ અંગે માર્ગદર્શિકા બહાર પાડી છે. જે અંતર્ગત તમામ લોકો માટે તમામ જાહેર સ્થળો, કાર્યસ્થળો અને સામાજિક સ્થળોએ માસ્ક પહેરવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે. આ સાથે, રાજ્ય સરકારે લોકોને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવાનું પણ કહ્યું છે, જેથી કરીને કોરોના સંક્રમણને ફેલાતો અટકાવી શકાય.
સરકારની સૂચના મુજબ, માસ્ક અને સામાજિક અંતરની આ માર્ગદર્શિકા રાજ્યમાં આગામી 30 દિવસ સુધી અમલમાં રહેશે. સરકારે તમામ દુકાનો, થિયેટરો અને વિવિધ સ્થળોએ સેનિટાઈઝરની વ્યવસ્થા કરવાની સૂચના પણ આપી છે. ગઈકાલે દેશમાં કોરોનાના 114 નવા કેસ નોંધાયા હતા. દેશમાં કોરોનાના 2119 સક્રિય કેસ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે આપેલા આંકડા અનુસાર રાહતની વાત એ છે કે દેશમાં કોરોનામાંથી રિકવરી રેટ 98 ટકાથી વધારે છે.
Contact us for News and Advertisement at: 8154977476 / 6356624878