Today Gujarati News (Desk)
દેશની સૌથી મોટી ખાનગી ક્ષેત્રની બેંક HDFCએ ફિકસ્ડ ડિપોઝીટ પરના વ્યાજદરમાં વધારો કર્યો છે. HDFC બેંકે 2 કરોડ રૂપિયા સુધીની FD પર વ્યાજ વધાર્યું છે. રિઝર્વ બેંકે ફેબ્રુઆરીમાં રેપો રેટ વધાર્યા બાદ મોટાભાગની બેંકોએ FD પર વ્યાજ વધાર્યું હતું અને હવે આ યાદીમાં HDFC બેંકનું નામ પણ સામેલ થઈ ગયું છે.
HDFC બેંકના નવા દરો 21 ફેબ્રુઆરી 2023થી અમલમાં આવ્યા છે. HDFC બેંક 7 દિવસથી લઈને 10 વર્ષ સુધીની FD ઓફર કરે છે. બેંક સામાન્ય લોકોને 3%થી 7.10% અને વરિષ્ઠ નાગરિકોને 3.50% થી 7.60% સુધી વ્યાજ ઓફર કરે છે.
કઈ કેટેગરીમાં સૌથી વધુ વ્યાજ ?
HDFC બેંક સામાન્ય લોકોને 15 મહિનાથી વધુ અને 18 મહિનાથી ઓછા સમયગાળાની FD પર 7.10 ટકા વ્યાજ આપી રહી છે. તે જ સમયે આ FD પર સિનિયર સિટિઝનને 7.60 ટકા વ્યાજ આપવામાં આવી રહ્યું છે. બેંકે 1 વર્ષથી વધુ અને 15 મહિનાથી ઓછા સમયગાળાની FD પર વ્યાજમાં 0.10 ટકાનો વધારો કર્યો છે. હવે બેંક સામાન્ય જનતાને આ મુદતની એફડી પર 6.60 ટકા વ્યાજ ચૂકવશે, જે પહેલા 6.50 ટકા હતુ.
HDFC Bank FD Rates
7 દિવસથી 14 દિવસ: સામાન્ય લોકો માટે – 3.00 ટકા; વરિષ્ઠ નાગરિક માટે – 3.50 ટકા
15 દિવસથી 29 દિવસ: સામાન્ય લોકો માટે – 3.00 ટકા; વરિષ્ઠ નાગરિક માટે – 3.50 ટકા
30 દિવસથી 45 દિવસ: સામાન્ય લોકો માટે – 3.50 ટકા; વરિષ્ઠ નાગરિક માટે – 4.00 ટકા
46 દિવસથી 60 દિવસ: સામાન્ય લોકો માટે – 4.50 ટકા; વરિષ્ઠ નાગરિક માટે – 5.00 ટકા
61 દિવસથી 89 દિવસ: સામાન્ય લોકો માટે – 4.50 ટકા; વરિષ્ઠ નાગરિક માટે – 5.00 ટકા
6 મહિના બરાબર 90 દિવસથી ઓછા: સામાન્ય લોકો માટે – 4.50 ટકા; વરિષ્ઠ નાગરિક માટે – 5.00 ટકા
6 મહિના 1 દિવસથી 9 મહિનાથી ઓછા: સામાન્ય લોકો માટે – 5.75 ટકા; વરિષ્ઠ નાગરિક માટે – 6.25 ટકા
9 મહિના 1 દિવસથી 1 વર્ષથી ઓછા: સામાન્ય લોકો માટે – 6.00 ટકા; વરિષ્ઠ નાગરિક માટે – 6.50 ટકા
1 વર્ષથી 15 મહિનાથી ઓછા: સામાન્ય લોકો માટે – 6.60 ટકા; વરિષ્ઠ નાગરિક માટે – 7.10 ટકા
15 મહિનાથી 18 મહિનાથી ઓછા: સામાન્ય લોકો માટે – 7.10 ટકા; વરિષ્ઠ નાગરિક માટે – 7.60 ટકા
18 મહિના 1 દિવસથી 21 મહિનાથી ઓછા: સામાન્ય લોકો માટે – 7.00 ટકા; વરિષ્ઠ નાગરિક માટે – 7.50 ટકા
21 મહિનાથી 2 વર્ષ: સામાન્ય લોકો માટે – 7.00 ટકા; વરિષ્ઠ નાગરિક માટે – 7.50 ટકા
2 વર્ષ 1 દિવસથી 3 વર્ષ: સામાન્ય લોકો માટે – 7.00 ટકા; વરિષ્ઠ નાગરિક માટે – 7.50 ટકા
3 વર્ષ 1 દિવસથી 5 વર્ષ: સામાન્ય લોકો માટે – 7.00 ટકા; વરિષ્ઠ નાગરિક માટે – 7.50 ટકા
5 વર્ષ 1 દિવસથી 10 વર્ષ: સામાન્ય લોકો માટે – 7.00 ટકા; વરિષ્ઠ નાગરિક માટે – 7.75 ટકા