Today Gujarati News (Desk)
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)ના ઘણા ગ્રાહકો નેટ બેંકિંગ અને UPI સેવાને લઈ સમસ્યાનો સામનો કરી રહ્યા છે. કેટલાક SBI યુઝર્સે માઈક્રોબ્લોગિંગ સાઈટ ટ્વિટર પર બેંક સર્વરની ધીમી ગતિ અંગે સમસ્યાઓ પણ શેર કરી છે. તો કેટલાક યુઝર્સો SBIનું સર્વ ડાઉન થવાની ઘટનાને બેજવાબદાર હોવાનું કહી રહ્યા છે. SBIની સર્વિસમાં નેટ બેન્કિંગ, UPI પેમેન્ટ્સ અને સત્તાવાર SBI એપ (YONO)નો સમાવેશ થાય છે. અગાઉ પહેલી એપ્રિલે પણ SBIની ઓનલાઈન સેવાઓને અસર થઈ હતી. તો એસબીઆઈની ઓનલાઈન સાઈટ પણ ન ખુલતી હોવાની ગ્રાહકો ફરિયાદ કરી રહ્યા છે. દરમિયાન સતત બે દિવસ સુધી SBI સર્વર ડાઉન હોવાના અહેવાલો આવી રહ્યા છે, જેના કારણે ગ્રાહકો સતત ફરિયાદો કરી રહ્યા છે.અગાઉ SBIએ પહેલી એપ્રિલે સર્વર મેન્ટેનન્સની કામગીરી સૂચના આપી હતી. SBIની કેટલીક સેવાઓ 10 વાગ્યા સુધી બંધ રહી હતી. SBIની ઈન્ટરનેટ બેન્કિંગ, યોનો અને યુપીઆઈ સેવાઓ બપોરે 1.30 કલાકથી 4.43 વાગ્યા સુધી ખોરવાઈ હતી, જે અંગે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ ટ્વિટ કરીને જાણકારી આપી હતી.
દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંક SBIની નેટ બેંકિંગ સહિતની ઘણી સેવાઓ સોમવારે સવારથી ઠપ થઈ હોવાના અહેવાલો હતા. ઘણા ગ્રાહકો ફંડ ટ્રાન્સફરમાં સર્જાયેલી સમસ્યાઓ અંગે ફરિયાદ કરી છે. ઉલ્લેખનિય છે કે, SBIની ઈન્ટરનેટ બેંકિંગ સેવાઓ સિવાય યુપીઆઈ અને યોનો એપ સંબંધિત સેવાઓ પર પણ અસર જોવા મળી હતી. ઉલ્લેખનિય છે કે, દેશભરમાં SBIની 22 હજારથી વધુ બ્રાન્ચો છે. બેંક 45 કરોડથી વધુ ગ્રાહકોને સેવા આપે છે.