Today Gujarati News (Desk)
ADR દ્વારા આજ રોજ 28 રાજ્યો અને 2 કેન્દ્રશાસિત પ્રદેશોના મંત્રીઓના ગુનાનો ઇતિહાસ, મિલકત અને શૈક્ષણિક વિગતોનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે. જેને લગતી માહિતી નીચે મુજબ છે.
ADR દ્વારા કુલ 558 મંત્રીઓની વિગતોનું વિશ્લેષણ કર્યું કરવામાં આવ્યું છે. તેમાંથી 239 મંત્રીઓ પર ગુનાઓ દાખલ થયેલ છે. તેમાંથી 164 ગંભીર ગુના ધરાવે છે, જેવા કે મર્ડર, હત્યાનો પ્રયાસ, કીડનેપિંગ, મહિલા સામે અત્યાચારને લગતા ગુનાઓનો સમાવેશ થાય છે.
કયા રાજ્યોમાં સૌથી વધુ ગુના ધરાવતા મંત્રીઓ છે?
રાજ્ય
કુલ મંત્રિશ્રીઓ
ગુનાહિત ઇતિહાસ ધરાવતા મંત્રી
તામિલ નાડુ
33
28 (85%)
હિમાચલ પ્રદેશ
9
7 (78%)
તેલંગાણા
17
13 (76%)
મહારાષ્ટ્ર
20
15 (75%)
પંજાબ
15
11 (73%)
બિહાર
30
21 (70%)
ગંભીર ગુનાઓ ધરાવતા મંત્રીશ્રીઓ કયા કયા રાજ્યમાં સૌથી વધુ છે?
રાજ્ય
કુલ મંત્રિશ્રીઓ
ગુનાહિત ઇતિહાસ ધરાવતા મંત્રિશ્રી
મહારાષ્ટ્ર
20
13 (65%)
ઝારખંડ
11
7 (64%)
તેલંગાણા
17
10 (59%
બિહાર
30
15 (50%)
તામિલનાડુ
33
16(48%)
પંજાબ
15
7(47%)
મિલકતની વિગતો
દેશના મંત્રીઓમાં સૌથી વધુ મિલકત ધરાવતા મંત્રી કર્ણાટકના એન. નાગારાજુ છે. જે 1224 કરોડથી વધુ મિલકત ધરાવે છે.
ગુજરાતની વાત કરવામાં આવે તો 94 ટકા મંત્રીઓ કરોડપતિ છે. ગુનાહિત ઇતિહાસ વાળા મંત્રિઓની સરેરાશ મિલકત 21.21 કરોડ રહેલી અહેવાલમાં સામે આવી રહી છે. ગુજરાતના બળવંતસિંહ રાજપૂત 372 કરોડની મિલકત ધરાવે છે, અને તેઓ દેશમાં સૌથી વધુ મિલકત ધરાવતા મંત્રીઓમાં 5 માં નંબર પર છે.
દેશમાં મહિલા નેતાઓની ભાગીદારી
દેશમાં માત્ર 9 ટકા મહિલા મંત્રીઓ છે. તેમાં સૌથી વધુ પશ્ચિમ બંગાળમાં 8 મહિલા મંત્રી છે. જ્યારે ગોવા, દિલ્હી, મહારાષ્ટ્ર, સિક્કિમ, મિઝોરમ, અરુણાચલ પ્રદેશ, નાગાલેંડ, મેઘાલય અને હિમાચલ પ્રદેશ માં એક પણ મહિલા મંત્રી નથી.
શૈક્ષણિક વિગતો
દેશમાં 23 ટકા મંત્રીઓ ગ્રેજ્યુએટ છે. 23 ટકા પોસ્ટ ગ્રેજ્યુએટ છે. 15 ટકા મંત્રીઓ ધોરણ 12 પાસ અને 9 ટકા મંત્રીઓ ઘોરણ 10 પાસ છે.