Today Gujarati News (Desk)
છેલ્લા ઘણા સમયથી દિલ્હીનું રાજકારણ ગરમાયું છે. દિલ્હીની કેજરીવાલ સરકાર સતત એક્સાઈઝ પોલિસી કૌભાંડ સહિતના આરોપોનો સામનો કરી રહ્યું છે. તાજેતરમાં જ સીબીઆઈ દ્વારા દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનિષ સિસોદિયાની 8 કલાક પુછપરછ કરાયા બાદ ધરપકડ કરાઈ હતી ત્યાર બાદ તેમના રિમાન્ડ પણ મંજુર થઈ ગયા હતા, ત્યારે હવે નાયબ મુખ્યમંત્રી પદેથી મનીષ સિસોદિયાએ રાજીનામું આપી દીધું છે.આ સાથે દિલ્હીના આરોગ્યમંત્રી સત્યેન્દ્ર જૈને પણ રાજીનામું આપી દીધું છે. ધરપકડ બાદ મનીષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈનનું રાજીનામું દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સ્વીકારી લીધું છે.દરમિયાન દિલ્હી લિકર પોલીસી મામલે પૂછપરછ દરમિયાન સહયોગ ન કરવા બદલ રવિવારે CBIએ દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાની ધરપકડ કરી હતી. પોતાની ધરપકડના વિરોધમાં સિસોદિયાએ સુપ્રીમ કોર્ટનો દરવાજો ખટખટાવ્યા હતા. તેમના વકીલ અભિષેક મનુ સિંઘવીએ ચીફ જસ્ટિસને આ મામલે જલ્દી સુનાવણી કરવા વિનંતી કરી હતી. જેના પર CJIએ કહ્યું કે, તેઓ હાઈકોર્ટમાં જાય અથવા અન્ય કાયદાકીય વિકલ્પો અપનાવે.