ધાનેરામાં પાંચ ભુવાઓએ ધુણતા,82 વર્ષનું દેવ:દુખ બતાવી,35 લાખ પડાવ્યા,તમામ સામે પોલીસ ફરિયાદ – Complaint against tantric mob
– દેવદુઃખ 82 વર્ષથી છે : ભુવાઓનું તરકટ
– ધાનેરા ના ગોલા ગામની ઘટના
– પાંચ ભુવાઓનું યોજના મુજબનું ક્રાઇમ
– અંધશ્રદ્ધામાં 35 લાખ ગુમાવ્યા
ભુવાઓ ધુણતા જાય છે.ડેકલા નો અવાજ ગુંજે છે અને તેની સાથે જાણે ઈશ્વરીય ગેબી અવાજ હોય તેમ ભવાજીઓ પીડિતોને કહેતા જાય છે,” પરિવારમાં દેવ દુઃખ છે,એક કરોડનો ખર્ચ થશે,” તેમ કહી,દેવી શક્તિઓના જાણે પોતે દૂત હોય તેમ ડોળ કરી ,પાંચ ભુવાઓએ પીડિત પરિવાર ના બે ભાઈઓ પાસેથી,35 લાખ પડાવ્યા,જેમાં આખરે છેતરાયાનો અહેસાસ થયા પાંચ ભૂવાઓ સામે ધાનેરા પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે..
બનાસકાંઠા જિલ્લામાં ખાસ કરીને ગ્રામીણ અને આંતરિયળ વિસ્તારોમાં વિસ્તારોમાં હજુ પણ લોકો અંધશ્રદ્ધામાં જીવી રહ્યા છે અને તેનો ભરપૂર ફાયદો ભુવાઓ ઉપાડી રહ્યા છે ત્યારે 82 વર્ષ અગાઉ તમારા ઘરમાં માતા મૂકેલી છે ચેહર માની બાધા-આખડી રાખવી પડશે તો જ તમારું દુઃખ દૂર થશે,નહીંતર મોટું નુકસાન થશે તેવો ભય બતાવી પાંચ જેટલા ભુવાઓએ નવરાત્રી સમયમાં બે ભાઈઓ પાસેથી એક કરોડની માંગણી કરી દેવુ કાઢવા પેટે ₹,35 લાખની રકમ પડાવી હોવાનો ચોંકાવનારો કિસ્સો બહાર આવ્યો છે.જોકે આ મામલે તે બાદ પીડિતો ને છેતરાયા નો અહેસાસ થતાં મોડે મોડે આ મામલે હવે ધાનેરા પોલીસમાં પાંચ જેટલા ધાનેરા અને થરાદ ના આરોપીઓ એવા ભુવજીઓ સામે ફરિયાદ નોંધાઇ છે.
આ કઠિત ક્રાઈમ બનાસકાંઠાના ધાનેરા તાલુકાના ગોળા ગામે થયું છે. આ ક્રાઈમમાં પાંચ જેટલા ભુવાજીઓ એક સાથે સંપ કરી છેતરપિંડીના ઇરાદે પીડિતો પાસે પહોંચ્યા હતા અને તેમના ઘરમાં 82 વર્ષ અગાઉ માતા મૂકી છે. અને તેના લીધે દેવ દુખથી તમારો પરિવાર દુઃખી છે.આ દુઃખ મોટું છે તેને કાઢવા માટે ચેહર માતાની બાધા રાખવી પડશે તેવી વાત કરી પરિવારને છેતરવા કારસો રચ્યો હતો.અને તે બાદ પરિવારના બે ભાઈઓને વિશ્વાસમાં લીધા હતા અને એક કરોડ જેટલો ખર્ચો થશે તેવું પણ જણાવ્યું હતું. જોકે નસીબજોગે પરિવારને દુઃખમાં રાહત મળતાં ,આ તક નો લાભ ભૂવાજીઓ એ લીધો હતો.અને ચેહર માતાની બાધા પૂરી કરવી પડશે નહિતર પાછું મોટું દુઃખ આવશે તેમ કહી,પરિવારને ડરાવ્યો હતો.અને તે રીતે સંત બનેલા આ ભુવાજીઓએ પોતાનું પોત પ્રકાશ્યું હતું.અને દુઃખ દર્દ દૂર કરવાની વિધિના ખર્ચ પેટે પીડિત પરિવાર ના બે ભાઈઓ પાસેથી પૈસા પડાવ્યા હતા.જેમાં પીડિત બે ભાઈઓ એ ઉછીના લાવી ગત 11 ડિસેમ્બરે ભૂવાજીઓ ને 20 તેમજ 15 લાખ મળી તબક્કાવાર રું 35 લાખ રોકડા આપ્યા હતા,તેમજ 1.70 લાખ કિંમતની ચાંદીની પાટો વિધિ પેટે ભયભીત બની આપી હતી.જોકે આ તમામ રોકડ રકમ અને ચાંદીની પાટો લઈ આ પાંચેય ભુવાજીઓ રફુચક્કર થઈ ગયા હતા.
પુરાવારૂપ 38 સેકડનો વીડિયો પીડિતોએ પોલીસે ને સોંપ્યો
આ કામમાં પીડીતો સાથે દેવદુઃખનો ભય બતાવી છેતરપિંડી કરનાર આ ભુવાજીઓ નો 38 સેકન્ડ નો એક વિડીયો પણ પીડિતોએ જે-તે વખતે ક્રાઇમ સપોર્ટ પર ઉતારેલો છે.અને આજ વિડીયો પીળોની ફરિયાદનો મુખ્ય દસ્તાવેજી પુરાવો છે. વીડિયોમાં ઠગ ભુવાઓ તેમજ પરિવારના સભ્યો દેખાય છે એક યુવા ભુવો ધુણતો દેખાય છે. જેની સામે થાળમાં 500 – 500 નોટોના બંડલ સાથે ચલની નોટો અને કંકુ ચોખા દેખાય છે.આ વીડિયો સ્પષ્ટ પુરાવો આપે છે કે આરોપી ભુવાઓ અહી આવ્યા હતા, ધુણ્યા હતા,પીડિતો ને દેવદુઃખ નો ભય બતાવી છેતર્યા હતા અને લાખોની રકમ પડાવી હતી.
ધાનેરા પોલીસ એક્સનમોડ માં, વિવિધ ટીમો બનાવી ભુવાજીને પકડવા ચક્રો કર્યા ગતિમાન
આ ક્રાઈમ બાબતે ધાનેરા પીઆઇ એટી પટેલે વિવિધ ટીમો બનાવી છે.અને આ ટીમો હવે આ પાંચ ભુવાજીઓ કે જેમને અંધશ્રદ્ધા નો ભોગ બનેલ પરિવાર ને,ખોટો ભય બતાવી પીડિત પરિવારનેછેતરી,તેમની પાસેથી 35 લાખ રૂપિયા પડાવી ગુનો કર્યો છે.તેમને શોધવા પોલીસે કવાયત હાથ ધરી છે.
અંધશ્રદ્ધા દૂર કરવા વિજ્ઞાન જાથાની મદદ લેવાય,એડવોકેટ જયંત પટેલ ની થશે એન્ટ્રી
બનાસકાંઠા જિલ્લામાં ગામડાઓમાં આ પ્રમાણે અંધશ્રદ્ધા ના નામે અનેક ભુવાઓ સક્રિય બન્યા છે.અને તાંત્રિક વિધિઓ ના નામે લોકોને ડરાવી,ધમકીઓ પૈસા પડાવી રહ્યા છે.હાલની આ પ્રસ્તુત કિસ્સો ગ્રામીણ વિસ્તારમાં રહેતા અને ભુવજીઓના પ્રભાવમાં રહેલ લોકો માટે લાલબત્તી સમાન કિસ્સો છે. ત્યારે આ કેસમાં પીડિત પરિવારોએ વિજ્ઞાનજાથા ના એડવોકેટ જયંત પટેલનો પણ સંપર્ક કરી,મદદ માટે અપીલ કરી હોવાનું જાણવા મળેલ છે.
टुडे गुजराती न्यूज (ऑनलाइन डेस्क)