Today Gujarati News (Desk)
બોર્ડર ગાવસ્કર ટ્રોફીની પહેલી ટેસ્ટ મેચ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે નાગપુરના વિદર્ભ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. પ્રથમ દિવસે ભારત પહેલી ઈનિંગમાં ઓસ્ટ્રેલિયાથી 100 રન પાછળ છે. પ્રથમ દિવસના અંતે ભારતે 1 વિકેટ ગુમાવીને 77 રન બનાવ્યા છે. ભારત તરફથી કેપ્ટન રોહિત શર્મા 56 રન બનાવી બેટિંગ કરી રહ્યો છે. કે.એલ. રાહુલ 20 રન બનાવી આઉટ થયો હતો. ઓસ્ટ્રેલિયાની પ્રથમ ઇનિંગ 177 રન પર સમેટાઈ હતી.
રવિન્દ્ર જાડેજાએ 5 વિકેટ લીધી
રવિન્દ્ર જાડેજાએ ટેસ્ટ ક્રિકેટમાં 11મી વખત 5 વિકેટ લીધી.
પહેલા ટેસ્ટમાં ભારતની પકડ મજબૂત
પહેલા ટેસ્ટના બીજા સેશનમાં ટી બ્રેક સુધી ઓસ્ટ્રેલિયાનો સ્કોર 8 વિકેટ ગુમાવીને 174 રન થયો.
અશ્વિને 450 ટેસ્ટ વિકેટ પૂરી કરી છે
સ્પિનર રવિચંદ્રન અશ્વિને એલેક્સ કેરીને 36 રન પર ક્લીન બોલ્ડ કર્યો હતો. આ સાથે અશ્વિનની ટેસ્ટમાં 450 વિકેટ પૂરી કરી છે. અશ્વિન પોતાની 89મી ટેસ્ટમાં 450 વિકેટ ઝડપનાર વિશ્વનો બીજો સૌથી ઝડપી બોલર બની ગયો છે. ઓસ્ટ્રેલિયાની 5મી વિકેટ પડી
ઓસ્ટ્રેલિયાની અડધી ટીમ માત્ર 109 રનમાં જ સમેટાઈ ગઈ છે. રવિન્દ્ર જાડેજાએ મહેમાન ટીમને પાંચમો ઝટકો આપ્યો હતો. તેણે સ્ટીવ સ્મિથને શિકાર બનાવ્યો હતો. સ્મિથ 37 રન બનાવીને ક્લીન બોલ્ડ થયો હતો.