Today Gujarati News (Desk)
નાણામંત્રી નિર્મલા સીતારમણ પાસે સાડીઓનું સુંદર કલેક્શન છે. તેમની સાડીના રંગો મોટાભાગે દેશના ચલણ સાથે મેળ ખાતા જોવા મળે છે. તેઓ અનેક પ્રસંગોએ રૂ.10 થી રૂ. 2,000ની નોટોની મેચિંગ સાડીમાં જોવા મળ્યા છે.
આજે તે કયા રંગની સાડીમાં 2023-24નું બજેટ રજૂ કરશે, તેના પર પણ દરેકની નજર રહેશે, કારણ કે દરેક લોકો તેમના ગુડલક કલર્સને પસંદ કરે છે.
નિર્મલાની પર્સનાલિટીની યુએસપી છે તેમની હેન્ડલૂમ અને સિલ્કની સાડીઓ.. 26 જાન્યુઆરીના રોજ તેઓ નોર્થ બ્લોકમાં પ્રી-બજેટ હલવા સેરેમનીમાં લીલા અને પીળા રંગની કાંજીવરમ સાડીમાં જોવા મળ્યા હતા. ખાસ પ્રસંગોએ, તેઓ મોટે ભાગે સંબલપુરી, ઇકત, કાંજીવરમ સાડીઓમાં જોવા મળે છે પરંતુ તેઓ કાળા રંગની સાડી પહેરવાનું ટાળે છે.
નિર્મલા સીતારમણ મોટાભાગે સાડીમાં જોવા મળે છે અને નાણામંત્રી બન્યા બાદ તેમણે પોતાના ડ્રેસમાં કોઈ મોટો ફેરફાર કર્યો નથી. સાડી પહેરીને, તેઓ સામાન્ય ભારતીય હોમ મેકર્સ જેવા જ લાગે છે.
નિર્મલા સીતારમણે હંમેશા સાડી પ્રત્યે પોતાનો પ્રેમ દર્શાવ્યો છે
નિર્મલા સીતારમણે 17મી ડિસેમ્બર 2022ના રોજ દિલ્હીના જનપથ ખાતે હેન્ડલૂમ હાટની મુલાકાત લીધી અને સાડીઓ પ્રત્યેનો તેમનો શોખ દર્શાવ્યો. આ પ્રસંગે તેઓ સાઉથ સિલ્કની સાડી પહેરેલી જોવા મળ્યા હતા. તેઓએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આ ઇવેન્ટની તસવીર શેર કરી અને #MySariMyPride હેશટેગનો ઉપયોગ પણ કર્યો.