ન્યાય સહુ માટે સમાન ખુશામત કોઈની નહિ |
રીના પરમાર,ટુડે ન્યુઝ ગુજરાતી /મોરબીમાં ઝુલતો બ્રિજ તૂટી પડતા 134 લોકોના સત્તાવાર રીતે મોત થયા છે.આ કેશમાં પોલીસ ફરિયાદ પણ થઈ છે.જેમાં હજુ પણ કેટલાય લોકો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ સમગ્ર મામલે તપાસ માટે સરકારે SIT બનાવી છે. જે બ્રિજ તૂટવા પાછળના કારણોની તપાસ કરી રહી છે. ત્યારે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ઘટના પર રાજધર્મ નિભાવતું એક મોટું નિવેદન આપ્યું છે.જે ચર્ચિત બન્યું છે.-Rajdharma of Nitinbhai Patel
એવું શું તે શું કહ્યું પૂર્વ મુખ્યમંત્રી નીતિન પટેલે ?-Rajdharma of Nitinbhai Patel
આ હોનારત મામલે એક નેશનલ ન્યૂઝ ચેનલ સાથે વાત કરતા પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે,આ ઘટના માટે હું સ્વીકારું છું કે આ માટે પુરેપુરી જવાબદારી સરકારની છે. પુલ જેના હેઠળ આવે છે તે મોરબી નગરપાલિકા અને મોરબીનું જિલ્લા વહીવટી તંત્ર સરકાર હેઠળ આવે છે તેથી જવાબદારીમાંથી છટકી શકાય નહીં. તેમણે વધુમાં કહ્યું કે, મને જાણકારી મળી છે કે ઈન્સપેક્શન કે મજબૂતીનો સર્વે કરાવ્યા વિના, NOC વિના પુલને શરૂ કરી દીધો.જે અયોગ્ય કહેવાય.-Rajdharma of Nitinbhai Patel
ભૂલ સુધારી : ANI ઇન્ટરવ્યૂ માં નિવેદન બદલ્યું -Rajdharma of Nitinbhai Patel
આ ઇન્ટરવ્યૂ ટ્રોલ થતા પૂર્વ મુખ્યમંત્રીએ જાણે ભૂલ સુધારી હોય તેમ નિવેદન બદલ્યું હતું. ANIને આપેલા ઈન્ટરવ્યૂમાં તેમણે કહ્યું હતું કે, બ્રિજનું રીનોવેશન અને ઓપનિંગ મોરબી એડમિનિસ્ટ્રેશન દ્વારા કરવામાં આવ્યું હતું, તેમાં સરકારનો સીધો કે આડકતરો કોઈ રોલ નથી. જૂનો બ્રિજ નાનો હતો અને અંગત ઉપયોગ માટે બનાવાયો હતો, પરંતુ ટુરિઝમ મુવમેન્ટ માટે તેને જાહેર જનતા માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો.-Rajdharma of Nitinbhai Patel
વિવાદિત FIR,કેમકે ઓરેવાના માલિક સામે કોઈ ફરિયાદ નહીં?-Rajdharma of Nitinbhai Patel
મોરબી : ઝુલતો પુલ હોનારત અને રાહત મદદ |
રાજકોટ રેન્જ આઇજી અશોક યાદવ આ કરુણાંતિકા માં ઇન્વેસ્ટીગેસન અને મોનીટરીંગ કરનાર રેન્જ IG અશોક યાદવ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. જેમાં તેમણે કહ્યું હતું કે, આ સમગ્ર મામલે જેમ જેમ તપાસ આગળ વધશે અને નામ સામે આવશે તેમ તેમ તે લોકો સામે કાર્યવાહી કરવામાં આવશે.-Rajdharma of Nitinbhai Patel
આ હોનારત માં બનેલ ક્રાઇમ અને અપરાધીઓ-Rajdharma of Nitinbhai Patel
મોરબી હોનારત : ૯ આરોપીઓ ઝડપાયાં |
આ મામલે મોરબીમાં બનેલી ગોઝારી દુર્ઘટનામાં મોરબીના સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના PI પ્રકાશ દેકાવાડીયાએ ફરિયાદ નોંધાવી છે. જેમાં સરકાર તરફથી ફરિયાદી બની તેમણે મોરબીના ઝુલતા બ્રિજનું મેન્ટેનન્સ તથા મેનેજમેન્ટ કરનાર વ્યક્તિઓ અને એજન્સીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. FIRમાં આક્ષેપ કરાયો છે કે, બ્રીજનું યોગ્ય રીતે સમારકામ/મેન્ટેનન્સ તથા ક્વોલિટી ચેક કર્યા વિના, યોગ્ય મેનેજમેન્ટ ન કરીને ગંભીર અને નિષ્કાળજી ભરેલા કૃત્યથી ઝુલતા પુર ફરવા આવેલા સામાન્ય નાગરિકોનું મોત નિપજવા તથા શારીરિક ઈજા પહોંચવાની જાણ હોવા છતાં બ્રિજને ખુલ્લો મૂકવામાં આવ્યો.અને તે રીતે અપરાધીઓ એ બેદરકારી દાખવી .-Rajdharma of Nitinbhai Patel
ભારતીય દંડ સંહિતાની,આજીવન કેદ થાય તેવી કલમ હેઠળ ગુનો નોંધાયો-Rajdharma of Nitinbhai Patel
આ સમગ્ર મામલે થયેલ ક્રાઇમ મોટું છે .જેમાં ઝુલતા પુરનું સમારકામ, મેન્ટેનન્સ તથા મેનેજમેન્ટ કરનાર વ્યક્તિ અને એજન્સી વિરુદ્ધ ઈન્ડિયન પિનલ કોડની કલમ 304, 308 તથા 114 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. ત્યારે હવે જોવાનું રહેશે કે સમગ્ર મામલે બ્રિજનું સંચાલન કરતા ઓરેવા ગ્રુપ સામે કેવા પ્રકારની કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવશે-Rajdharma of Nitinbhai Patel