Today Gujarati News (Desk)
જો તમે પણ હાઈવે પર મુસાફરી કરો છો અને ટોલ ટેક્સને લઈને ચિંતિત છો તો હવે તમારે જરાય ચિંતા કરવાની જરૂર નથી. નીતિન ગડકરીએ ટોલ ટેક્સને લઈને મોટી જાહેરાત કરી છે, જેનાથી કરોડો ડ્રાઈવરોને અસર થશે. ગડકરીએ કહ્યું છે કે, વર્ષ 2024 પહેલા દેશમાં 26 ગ્રીન એક્સપ્રેસ વે બનાવવામાં આવશે અને ટોલ ટેક્સ માટે નવા નિયમો પણ બહાર પાડવામાં આવશે.
ગ્રીન એક્સપ્રેસ વેના નિર્માણ બાદ ભારતની રસ્તાઓના મામલે અમેરિકાની બરાબરી થશે. આ સાથે કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, ટોલ ટેક્સ વસૂલવા માટે નિયમો અને ટેક્નોલોજીમાં મોટો ફેરફાર કરવામાં આવશે. સરકાર ટોલ ટેક્સની વસૂલાત માટે 2 પદ્ધતિઓ બનાવી શકે છે ,સરકાર આગામી દિવસોમાં ટોલ વસૂલાત માટે 2 વિકલ્પો આપવાનું વિચારી રહી છે.
પ્રથમ વિકલ્પ કારમાં જીપીએસ સિસ્ટમ લગાવવાનો છે. જ્યારે બીજી પદ્ધતિ આધુનિક નંબર પ્લેટ સાથે સંબંધિત છે. હાલ આ માટે આયોજન ચાલી રહ્યું છે.
સજા માટે કોઈ જોગવાઈ નથી
નીતિન ગડકરીએ જાણકારી આપતા કહ્યું કે, ટોલ ટેક્સ ન ભરવા પર કોઈપણ પ્રકારની સજાની જોગવાઈ નથી. આગામી દિવસોમાં ટોલ ટેક્સ વસૂલવા માટે ટેક્નોલોજીના ઉપયોગ પર પણ ભાર મૂકવામાં આવશે.