Today Gujarati News (Desk)
નેપાળથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. અહેવાલો મુજબ મળતી માહિતી અનુસાર, નેપાળમાં અત્યારે એક પ્લેન ક્રેશની દુર્ઘટના સામે આવી છે. સુત્રો પરથી એવી માહિતી મળી છે કે, કાઠમંડુથી પોખરા જઈ રહેલું યતિ એરલાઈન્સનું વિમાન ક્રેશ થઇ ગયું હતુ. આ વિમાનમાં 68 મુસાફરો સવાર હતા. ખાનગી કંપનીનું પેસેન્જર વિમાન તૂટી પડ્યું. હાલ ત્યાં બચાવની કામગીરી ચાલી રહી છે અને તે એરપોર્ટ હાલ પૂરતું બંધ કરી દેવામાં આવ્યું છે. મળતી માહિતી અનુસાર, આ પ્લાનમાં પાંચ ભારતીય મુસાફરો હોવાની શક્યતા છે.
સુત્રો દ્વારા મળી જાણકારી મુજબ અકસ્માત બાદ આસપાસના વિસ્તારમાં ધુમાડાના ગોટેગોટા જોયા મળ્યા હતા. બીજી મહત્વની એવી સામે આવી રહી છે કે, કાઠમંડુમાં હવામાનના કારણે યતી એરલાઇન ATR-72 વિમાને સમયસર ઉડાન ભરી શક્યું ન હતુ. વિમાનમાં સવાર લોકોમાં અત્યાર સુધીમાં 32ના મૃતદેહ મળ્યા છે બાકીના લોકોની બચાવની કાર્યવાહી ચાલી રહી છે.
સુત્રો મુજબ, કેપ્ટન કમલ કેસી જહાજ ઉડાવી રહ્યા હતા. પોખરાના સેતી ખોચ ખાતે જતા પ્લેન ક્રેશ થતા તેમાં ભયંકર આગ લાગી હતી. યેતી એરલાઈન્સના પ્રવક્તા સુદર્શન બરતૌલાએ જણાવ્યું હતુ, હાલ આગને કાબુ કરવાના તમામ પ્રયાસો ચાલી રહ્યા છે.