Today Gujarati News (Desk)
અમૃતપાલ સિંહના સહયોગી જોગા સિંહની પંજાબ પોલીસે ધરપકડ કરી છે. પંજાબના ડીઆઈજી બોર્ડર રેન્જ નરિંદર ભાર્ગવે શનિવારે કહ્યું કે ‘વારિસ પંજાબ દે’ના ચીફ અમૃતપાલ સિંહના મુખ્ય સહયોગી જોગા સિંહની સરહિંદથી ધરપકડ કરવામાં આવી છે.
આ અગાઉ અમૃતપાલ સિંહને આશરો આપવા બદલ પંજાબમાં પણ બે લોકોની ધરપકડ કરવામાં આવી હતી.
આ સિવાય સોમવારે પોલીસે પંજાબના હોશિયારપુરથી અમૃતપાલ સિંહના નજીકના સાથી પાપલપ્રીત સિંહની ધરપકડ કરી હતી.
આ અંગે પોલીસે કહ્યું કે, તેને કડક રાષ્ટ્રીય સુરક્ષા કાયદા હેઠળ અટકાયતમાં લેવામાં આવ્યો છે. આ ધરપકડ પંજાબ પોલીસ અને દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલના સંયુક્ત ઓપરેશનનો ભાગ છે. પપલપ્રીત સિંહને મંગળવારે આસામની ડિબ્રુગઢ જેલમાં લઈ જવામાં આવ્યો હતો.પોલીસે ગયા મહિને અમૃતપાલ સિંહ અને તેના સંગઠન વારિસ પંજાબ દેના સભ્યો વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરી હતી. ખાલિસ્તાન સમર્થક અમૃતપાલ 18 માર્ચે જલંધર જિલ્લામાં પોલીસની જાળમાંથી બચીને ભાગી ગયો હતો અને ત્યારથી તે ફરાર છે.