Today Gujarati News (Desk)
શાહરુખ ખાનની મોસ્ટ અવેટેડ ફિલ્મ પઠાણ દુનિયાભરના સેંકડો સિનેમાઘરોમાં એકસાથે રીલીઝ થઈ ચૂકી છે. શાહરુખ ખાનની આ ફિલ્મની ચાહકો ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતા. આ ફિલ્મના ખૂબ વખાણ થઈ રહ્યા છે પરંતુ સોશ્યલ મીડિયા પર કેટલાક સ્માર્ટ લોકોએ ફિલ્મની કેટલીક ભૂલો પણ પકડી પડી છે. આવો તમને આ અંગે જણાવીએ
બૉલીવુડના બાદશાહ શાહરુખ ખાન 4 વર્ષ બાદ મોટા પડદે પાછા ફર્યા છે અને તેની આ વાપસી સાથે જ ધમાકેદાર રીલીઝ થઈ છે. સુપરસ્ટાર અભિનેતાની ફિલ્મ આજે 25 જાન્યુઆરીએ સિનેમાઘરોમાં રીલીઝ થઈ ચૂકી છે. શાહરુખ ખાન સાથે દિપીકા પાદુકોણે અને જોન અબ્રાહમ પણ આ ફિલ્મમાં દેખાઈ રહ્યા છે.
પઠાણ ફિલ્મના એક સિનમાં શાહરુખ ખાનની હાઇટ જોન અબ્રાહમ કરતાં ઓછી બતાવવામાં આવી છે. જો કે ત્યાર પછીના જ સિનમાં આ ફાઇટ સિકવન્સમાં શાહરુખ ખાનને જોન અબ્રાહમથી ઊંચો બતાવવામાં આવ્યો છે. આ વાત કઈ રીતે માનવી?
જોન અને શાહરુખના આ જ ફાઇટ સીનમાં પહેલી ફ્રેમમાં શાહરુખ ખાનના વાળ ટૂંકા દેખાઈ રહ્યા છે. ત્યાર પછીના સિનમાં જોન ઉપરથી શાહરુખ પર વાર કરે છે પણ એમાં કિંગ ખાનના વાળ લાંબા થઈ ગયા છે. આ સિનને લઈને યુવતીઓ શાહરુખ પાસે શેમ્પૂની બ્રાન્ડનું નામ પૂછે તો નવાઈ નહીં.
આ ફિલ્મના એક ચેઝ સિકવન્સ જેવા સીનમાં શાહરુખ બાઇકને એક ટેન્ક પરથી કૂદાવી રહ્યો છે. પણ શાહરુખ જે પથ્થર પરથી બાઇક કૂડાવે છે એ જ પથ્થર એના પછીના સિનમાં ગાયબ થઈ જાય છે. અચાનક આવું જાદુ કેમનું થયું?