Today Gujarati News (Desk)
પશ્ચિમ બંગાળના હુગલીમાં હિન્દુ સંગઠનો દ્વારા રામ નવમી નિમિત્તે શોભાયાત્રા કાઢવામાં આવી હતી, તેમા આજે હુગલીમાં ફરી હિંસા ફાટી નીકળી હતી. આ શોભાયાત્રામાં ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ દિલીપ ઘોષે પણ સામેલ થયા હતા. દિલીપ ઘોષ આ કાર્યક્રમમા આવતાની સાથે અચાનક જ બે સંપ્રદાયો વચ્ચે મારામારીની ઘટનાઓ શરૂ થઈ ગઈ હતી. અને સ્થિતિને જોતા ઘટનાસ્થળે મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આ અઠવાડિયાની શરૂઆતમાં બંગાળના હાવડામાં રામનવમીના શોભાયાત્રા દરમિયાન બે જૂથો વચ્ચે અથડામણ થઈ હતી.
દિલીપ ઘોષના કાર્યક્રમમાં પથ્થરમારો થયો હતો. હુગલીમાં રામનવમી પછી યોજાયો હતો કાર્યક્રમ
હાલમાં મળતા સમાચાર પ્રમાણે આજે હુગલીમાં ફરી હિંસા ફાટી નીકળી હતી. જેમા ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ દિલીપ ઘોષે આ શોભાયાત્રામાં જોડાયા હતા. દિલીપ ઘોષ આ કાર્યક્રમમા આવતાની સાથે અચાનક જ બે સંપ્રદાયો વચ્ચે મારામારીની ઘટનાઓ શરૂ થઈ ગઈ હતી.
ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષે કહ્યું કે શોભાયાત્રા દરમિયાન મહિલાઓ અને બાળકો પર પથ્થરમારો કરવામાં આવ્યો છે. હાવડાની હિંસા બાદ પણ રાજ્ય સરકાર કોઈ પગલાં લઈ રહી નથી. પથ્થરમારો કરવામાં આવી રહ્યો છે અને વાહનોની તોડફોડ કરવામાં આવી રહી છે.