Today Gujarati News (Desk)
કેરીની સિઝનની હજુ શરૂઆત જ થઈ છે. શરૂઆત સાથે જ માલદા કેરીની ખેતી કરતા ખેડૂતોને મોટો આંચકો લાગ્યો છે. પશ્ચિમ બંગાળના માલદામાં આ કેરીની કિંમત 3 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે. ઘટતી કિંમતના કારણે કેરીના વેપારી હવે બગીચામાંથી આ કેરીને ખરીદવાથી દૂર થઈ રહ્યા છે.
પાણીના અભાવે માલદા કેરી સૂકાઈ રહી છે
માલદા કેરી હજુ પાકી નથી. જોકે આની કાચી કેરીનું અથાણુ બનાવવામાં આવે છે. બજારમાં આ સારા ભાવે વેચાતી હતી પરંતુ પાણીના અભાવે આ કેરી સૂકાઈને નીચે પડી રહી છે. આનાથી આની ગુણવત્તા પર ફરક પડી રહ્યો છે જેના કારણે બજારમાં માલદા કેરીની કિંમતોમાં ઘટાડો આવ્યો છે.
બગીચાના માલિકો અને વેપારીઓને નુકસાન
પહેલા માલદાની કાચી કેરીમાંથી પણ અહીંના બગીચાના માલિક અને વેપારીઓ સામાન્ય કમાણી કરી લેતા હતા. અથાણુ બનાવવા માટે લોકો આ કેરીને લગભગ 50 રૂપિયા કિલો સુધી ખરીદીને લઈ જતા હતા. જોકે, આ વખતે આની કિંમત માત્ર 3 રૂપિયા થવાથી તેમને ભારે નુકસાન થઈ રહ્યુ છે.
બગીચાની આસપાસના રહેવાસી લાભ ઉઠાવી રહ્યા છે
માલદા જિલ્લામાં અત્યારે ભીષણ ગરમી પડી રહી છે. મોટી સંખ્યામાં આંબા પરથી કેરી નીચે પડી રહી છે. કેરીની ખેતી કરવાના બદલે, આજુ-બાજુના વિસ્તારોમાં રહેતા લોકો આનો ફાયદો ઉઠાવી રહ્યા છે. તેઓ આ બગીચામાંથી કેરીને ભેગી કરીને માર્કેટમાં વેચી રહ્યા છે. જેનાથી તેઓ દરરોજ 100-200 રૂપિયા કમાઈ લે છે.
માલદા કેરીની ખાસિયત
માલદા કેરીને ફજલી કેરીના નામથી પણ ઓળખવામાં આવે છે. કેરીની એક લોકપ્રિય જાતિ છે જે મુખ્યરીતે પશ્ચિમ બંગાળના માલદા જિલ્લામાં ઉગાડવામાં આવે છે. તે આ જાતિની ખેતી બિહાર, ઉત્તર પ્રદેશ સહિત અન્ય જિલ્લાઓમાં પણ કરવામાં આવે છે. આ ભારતમાં મળતા સૌથી મોટા અને સૌથી સ્વાદિષ્ટ કેરીમાંની એક છે. માલદા કેરીનો રંગ લીલો-પીળો અને ઘણા સ્થળોએ લાલ રંગ પણ હોય છે. આ કેરી ખૂબ રસાળ અને રેશા રહિત હોય છે. માલદા કેરીનો સ્વાદ મીઠો અને સાઈટ્રસ ગુણોથી ભરપૂર હોય છે.