Today Gujarati News (Desk)
પાકિસ્તાન કંગાળ થવાની આરે છે. આર્થિક કટોકટી એટલી હદે વધી ગઈ છે કે મિત્ર દેશોએ પણ ઉધાર આપવાની ચોખ્ખી ના પાડી દીધી છે અને અત્યાર સુધીમાં આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ પાસેથી પણ ઉધાર નથી મળ્યું. આ બધું થવા છતાં પાકિસ્તાનની અક્કલ ઠેકાણે નથી આવી અને તેણે આડોડાઈ ચાલુ જ રાખી છે. IMFની શરતને લઈને પાકિસ્તાનના વિત્ત મંત્રી ઇશાક ડારે કહ્યુ છે કે, ઉધાર લઈને ન્યૂક્લિયર પ્રોગ્રામ સાથે કોઈ બાંધછોડ કરવામાં નહીં આવે, ભલે ગમે તે થાય પાકિસ્તાન તે ચાલુ રાખશે. સંસદમાં રજા રબ્બાનીના સવાલનો જવાબ આપતા ઇશાક ડારે કહ્યુ હતુ કે, પાકિસ્તાનની પરમાણુ ક્ષમતા પર કોઈ બાંધછોડ નહીં થાય અને IMFની સાથે સમાધાન કરવામાં આવશે તો વેબસાઇટ પર અપલોડ કરવામાં આવશે. અમે પાકિસ્તાનની જનતાનું પ્રતિનિધિત્વ કરીએ છીએ અને અમે અમારા હિતની રક્ષા ઇચ્છીએ છીએ.
પાકિસ્તાનમાં મોંઘવારી આસમાનને આંબી ગઈ છે અને દરરોજ રોજબરોજની ચીજવસ્તુઓના ભાવ અધધધ વધી રહ્યા છે. આવા સમયે પાકિસ્તાન આર્થિક કટોકટીમાંથી પસાર થઈ રહ્યું છે અને વિદેશી મુદ્રા ભંડાર પણ ઓછો થઈ રહ્યો છે. એવા સમયમાં IMF પાસેથી 1.1 અરબ ડોલરનું ઉધાર લેવાની વાત ચાલતી હતી. પરંતુ પાકિસ્તાને તેની આડોડાઈ ચાલુ રાખતા હજુ સુધી સફળ થઈ શક્યું નથી. હકીકતમાં IMFએ કેટલીક શરત રાખી છે.