Today Gujarati News (Desk)
ઇસ્લામાબાદ : પાકિસ્તાનમાં એક તરફ ખાવાનાં સાંસા છે, છતાં તેણે જ પાળી પોષીને ઉભા કરેલા આતંકીઓ હવે તેની સરકારની સામે પડી ગયા છે. પાકીસ્તાન અફઘાનિસ્તાન બોર્ડર ઉપર રહેલા કબાલીઓના વિસ્તારમાં તેઓનું જ શાસન ચાલે છે. રીતસર સરકાર ચલાવે છે તેમની સામે પાકિસ્તાન સરકારે તેનું અભિયાન તીવ્ર બનાવી દીધું છે.
પાકિસ્તાનના ખૈબર પખ્તૂન પ્રાંતમાં જાસૂસની માહિતીના આધારે સુરક્ષા દળો ત્યાં પહોંચી ગયાં હતાં અને આઠ આતંકીઓને મારી નાખ્યા હતા. પરંતુ આ સામસામી ગોળીબારમાં ફસાયેલાં બે બાળકો પણ માર્યા ગયા હતાં.
પાકિસ્તાનની ઇન્ટર-સર્વિસ પબ્લિક રીવેશને પ્રસિદ્ધ કરેલાં એક નિવેદનમાં દક્ષિણ વઝીરીસ્તાનના ઝંગારા વિસ્તારમાં આતંકીઓ હોવાની ગુપ્તચર માહિતી મળી હતી તેના આધારે સલામતી દળોએ આ અભિયાન હાથ ધર્યું હતું. તેમાં બે આતંકી માર્યા ગયા પરંતુ ક્રોસ ફાયરમાં બે બાળકો પણ માર્યા ગયા હતાં. જ્યારે ઉત્તર વઝીરીસ્તાનમાં દત્તા વિસ્તારમાં છ આતંકી માર્યા ગયા હતા અને આતંકીઓ પાસે રહેલો મોટા પ્રમાણનો દારૂગોળો બંદૂકો અને કારતૂસો હાથ કર્યા હતા.
એક રીપોર્ટ પ્રમાણે છેલ્લા ૩ મહીનામાં ૬,૯૨૧ અભિયાનો (ઝુંબેશ) દરમિયાન ૧૫૦થી વધુ આતંકીને મારી નંખાયા છે, જ્યારે ૧૦૦૭ની ધરપકડ કરાઈ છે.