Today Gujarati News (Desk)
સંસદના બજેટ સત્રની કાર્યવાહીનો આજે સાતમો દિવસ છે. બજેટ સત્રના સાતમા દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પર ચર્ચાનો જવાબ આપી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના ભાષણની શરૂઆતમાં જ રાહુલ ગાંધીનું નામ લીધા વગર આક્રમક પ્રહારો સાથે કરી હતી. તેમણે કહ્યું કે, હું ગઈકાલે જોઈ રહ્યો હતો કે કેટલાક લોકોના ભાષણ પછી તેમના સમર્થકો કૂદી રહ્યા હતા. કેટલાક લોકો બોલી રહ્યા હતા ત્યારે સમગ્ર ઇકોસિસ્ટમ ઉછળી રહી હતી. ગઈકાલે તેમને કદાચ સારી ઊંઘ આવી હશે અને એવું પણ બન્યું હોત કે તેઓ કદાચ આજે જાગી શક્યા ન હોત. કેટલાક લોકો તો એમ પણ કહી રહ્યા છે કે આ થઈ જોરદાર વાત!
Speaking in the Lok Sabha. https://t.co/Ikh7uniQoi
— Narendra Modi (@narendramodi) February 8, 2023
બીઆરએસના સભ્યોએ ભાષણમાંથી કર્યું વોકઆઉટ
લોકસભામાં પીએમ મોદીએ રાષ્ટ્રપતિના અભિભાષણ પર જવાબ આપ્યો છે. તેમના સંબોધનની શરૂઆત પણ જય શ્રી રામના નારા સાથે થઇ હતી. પીએમ મોદીએ તેના સંબોધનમાં રાષ્ટ્રપતિને અભિનંદન આપ્યા હતા. તેમણે કહ્યું કે વિઝનરી ભાષણ દ્વારા તમે કરોડો દેશવાસીઓનું માર્ગદર્શન કર્યું છે. જ્યારે બીજી બાજુ પીએમ મોદીનું ભાષણ શરૂ થાય તે પહેલા જ બીઆરએસના સભ્યોએ વોકઆઉટ કર્યું હતું.
રાષ્ટ્રપતિ દેશની બહેન-દીકરીઓ માટે પ્રેરણા: PM મોદી
પીએમ મોદીએ કહ્યું કે સંકટના માહોલમાં દેશને જે રીતે સાચવ્યો, આખો દેશ આત્મવિશ્વાસથી ભરેલો છે. પડકારો વિના જીવન શક્ય જ નથી. 140 કરોડ લોકોનું સામર્થ્ય પડકારોથી ભરેલું છે. પીએમ મોદીએ કહ્યું કે રાષ્ટ્રપતિ દેશની બહેન-દીકરીઓ માટે પ્રેરણા છે. રાષ્ટ્રપતિએ આદિવાસી સમાજનું ગૌરવ વધાર્યું છે.
ડિજિટલ ઈન્ડિયાની દરેક તરફ પ્રશંસા
પીએમ મોદીએ કહ્યું કે ગત બે થી ત્રણ દાયકા અસ્થિરતાના રહ્યા હતા. આજે દેશમાં સ્થિર સરકાર છે. નિર્ણયો લઈ શકે તેવી સરકાર છે. આજે દેશમાં આત્મવિશ્વાસ દેખાય છે. ડિજિટલ ઈન્ડિયાની દરેક તરફ પ્રશંસા થઇ રહી છે. એક સમય હતો જ્યારે નાની ટેક્નોલોજી માટે પણ દેશ તરસતો હતો.
પીએમ મોદીએ વિપક્ષને આડેહાથ લીધા
પીએમ મોદીએ વિપક્ષને આડેહાથ લેતા કહ્યું કે આજે દેશ દરેક ક્ષેત્રમાં પ્રગતિ કરી રહ્યો છે. અમુક લોકો તેને સ્વીકારી શકી રહ્યા નથી. તેમણે રિન્યૂએબલ એનર્જીમાં ચોથા ક્રમે, મોબાઈલ મેન્યુફેક્ચરિંગમાં બીજો સૌથી મોટો દેશ બની જવાનો પણ ઉલ્લેખ કર્યો હતો અને કહ્યું કે આજે ખેલાડી પોતાનો રુતબો બતાવી રહ્યા છે. ભારતનો દુનિયામાં ડંકો વાગી રહ્યો છે. ભારત મેન્યુફેક્ચરિંગ હબ બની ગયું છે. આજે દરેક ક્ષેત્રમાં આશા જ આશા દેખાઈ રહી છે પણ અમુક લોકોને તે દેખાતી નથી. તેમણે સ્ટાર્ટઅપ્સના ઝડપથી વધવાનો પણ ઉલ્લેખ કર્યો અને કહ્યું કે આજે દેશમાં ૧૦૯ યુનિકોર્ન બની ગયા છે. તેમણે કાકા હથરસીને ક્વૉટ કરતા કહ્યું કે જે જેવું વિચારશે તેને તેવું જ દેખાશે. પીએમ મોદીએ કહ્યું કે અમુક લોકો ઘણા નિરાશ છે. આ નિરાશા પણ એ રીતે નથી આવી. એક તો પ્રજાનો હુકમ, બાર બાર હુકમ. ’