Today Gujarati News (Desk)
ત્રિપુરા, નાગાલેન્ડ અને મેઘાલયમાં થનારી વિધાનસભા ચૂંટણી માટે આજથી રણશિંગૂ ફુંકાઈ ચુક્યુ છે. ચૂંટણી પંચ આજે એટલે કે, બુધવારે ત્રિપુરા, મેઘાલય અને નાગાલેન્ડમાં વિધાનસભા ચૂંટણી કાર્યક્રમ જાહેર કરી રહ્યા છે. તેના માટે પ્રેસ કોન્ફ્રેન્સ પણ બોલાવી છે. આપને જણાવી દઈએ કે, આ ત્રણેય રાજ્યોની વિધાનસભાનો કાર્યકાળ આ વર્ષે માર્ચમાં ખતમ થઈ રહ્યો છે. ચૂંટણીની તારીખોની જાહેરાત સાથે આ રાજ્યોમાં આદર્શ આચાર સંહિતા લાગૂ થઈ જશે. ચૂંટણી સંબંધિત મહત્વની અપડેટ માટે અમારી સાથે જોડાયેલ રહો.
મુખ્ય ચૂંટણી આયુક્ત રાજીવ કુમારે જણાવ્યુ છે કે, નાગાલેન્ડ અને મેઘાલયમાં એક સાથે ચૂંટણી યોજાશે. તેમણે ચૂંટણી કાર્યક્રમ જાહેર કરતા જણાવ્યું છે કે, ત્રિપુરામાં જ્યાં 16 ફેબ્રુઆરીએ ચૂંટણી થશે, તો વળી નાગાલેન્ડ અને મેઘાલયમાં 27 ફેબ્રુઆરીએ ચૂંટણી થશે. આ ત્રણેય રાજ્યોમાં પરિણામ માર્ચમાં આવશે.