Today Gujarati News (Desk)
સ્પેસ એજન્સી નાસાનું ઈન્સ્ટાગ્રામએ અવકાશ રસિયાઓ માટે કોઈ ખજાનાથી ઓછું નથી, બ્રહ્માંડમાં થઇ રહેલી હલચલ ઉપરાંત અવકાશીય ઘટનાને લગતી અનોખી તસવીરો અને વીડિયો નાસા તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર મૂકે છે. એવામાં હાલમાં જ નાસાએ એક વીડિયો શેર કરી પૃથ્વીનો સંપૂર્ણપણે એક અલગ નજારો બતાવ્યો હતો.નાસાએ શેર કરેલો આ વીડિયો પૃથ્વીના પરિભ્રમણમાં સમય વિરામનો વીડિયો હતો. નાસાએ કેપ્શનમાં લખ્યું હતું કે, પૃથ્વી પર રહેલા લોકોને આપણી પૃથ્વીને બહારથી સંપૂર્ણ અલગ એંગલથી જોવાની દુર્લભ તક મળી રહી છે. 250 માઈલ ઉપરથી જોશો તો તમને વાદળી માર્બલ જેવી દેખાતી પૃથ્વીનો આ ભવ્ય નજારો જોવા મળશે જે ખૂબ જ સુંદર અને રમણીય લાગે છે.
NASA અલ્ટ્રા હાઈ ડેફિનેશન વીડિયો શેર કર્યો
નાસાએ જણાવ્યું કે માર્ચ 2022થી માર્ચ 2023 વચ્ચે આ અલ્ટ્રા હાઈ ડેફિનેશન વીડિયો તૈયાર કરાયો છે. તમે એક સ્ટેશન ક્રૂ મેમ્બર તરીકે પોતાને ઈમેજીન કરીને આ વીડિયો જોશો તો ચોક્કસ તમને એવું લાગશે કે બારીની બહાર તમારી નજરો સામે દુનિયાનો આ સૌથી ભવ્ય નજારો છે.