Today Gujarati News (Desk)
ક્યારેક ક્યારેક વધારે પડતું ખાવાથી પેટમાં ગેસ થઈ જતો હોય છે. તો ક્યારેક ભારે ખોરાક કે વધારે પડતા તેલવાળો અથવા મેદાની આઈટમ ખાવાથી પેટમાં ગેસ થઈ જતો હોય છે. પેટમાં ગેસ બનવાના કારણે પેટ ફુલી જાય છે અને સતત ખાટા ઓડકાર આવ્યા કરતાં હોય છે. અને ક્યારેક આ ગેસ બહાર નીકળી શકતો નથી જેથી માથુ પણ દુખવા લાગે છે. અને સતત બેચેની લાગ્યા કરતી હોય છે. ગેસથી છુટકારો મેળવવા માટે કેટલા ખોરાકનો ત્યાગ કરવો જોઈએ. આના માટે તમારે ક્યાય જવાની જરુર નથી તમે ઘરે બેઠા જ આ પાવડર બનાવી શકો છો.પેટમાં ગેસ દુર કરવા માટે ઘરે બેઠા આસાનીથી આ ચુર્ણ બનાવી શકો છો. જેમા તમારે 2 ચમચી અજવાઈન, થોડીક હીંગ અને એક ચમચી કાળુ મીઠું લેવુ પડશે. હવે તેને ગેસ પર ધીમા તાપે પહેલા અજવાઈન શેકો. અજવાઈન શેકાઈ ગયા પછી તેને ઠંડુ થવા દો.
જ્યારે પણ પેટમાં ગેસ થાય તો આ અડધી પાવડરને પાણી સાથે લઈ લેવું
અજવાઈન ઠંડુ થઈ ગયા પછી તેમા હીંગ અને કાળુ મીઠુ નાખી પીસી નાખો. જ્યારે તે સારી રીતે એક સરખુ પીસાઈ જાય ત્યારે તેને એક શીશીમાં ભરી લો. હવે આ ગેસ માટેની ઔષધી તૈયાર થઈ ગઈ છે. જ્યારે પણ પેટમાં ગેસ થાય તો આ અડધી પાવડરને પાણી સાથે લઈ લો. એન્ટિમાઇક્રોબાયલ અને એન્ટિસેપ્ટિક ગુણોથી ભરપૂર આ પાવડર પેટમાં રહેલા ગેસને ઝડપથી છુટો કરી દેશે અને તમને તરત ગેસમાથી આરામ થઈ જશે. આ ઉપરાંત જ્યારે ગેસ થયો હોય ત્યારે તેને દુર કરવા માટે તમે જીરા પાવડરનો ઉપયોગ પણ કરી શકો છો.