Today Gujarati News (Desk)
અમદાવાદ ખાતે ઉજવાયેલ પ્રમુખ સ્વામી મહોત્સવની આજે પુર્ણાહુતી થવા જઈ રહી છે. તો બાજુ આજ 15 જાન્યુઆરીથી જૈન સમાજ દ્વારા સ્પર્શ મહોત્સવનું આયોજન થઈ રહ્યુ છે. જે અમદાવાદમાં GMDC ગ્રાઉન્ડમાં 15 થી 26 જાન્યુઆરી દરમ્યાન 90 એકર વિસ્તારમાં સ્પર્શ મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે.
ધર્મ ગુરૂના પ્રવચન સાંભળવા એક સાથે 25,000 લોકો બેસી શકે તે માટે ભવ્ય મંડપનું નિર્માણ
પદ્મ ભૂષણ અને જૈન સમાજના આધ્યાત્મિક ગુરૂ વિજય રત્નસુંદરસૂરીશ્વરજીના 400માં પુસ્તકોનુ વિમોચન કરવામાં આવી રહ્યુ છે. આ સ્પર્શ મહોત્સવનાં ઉજવણીમાં કેન્દ્રીય ગૃહમંત્રી દ્વારા ઉદ્ઘાટન કરાયુ છે. આ મહોત્સવ GMDC ગ્રાઉન્ડમાં 15 થી 26 જાન્યુઆરી દરમિયાન યોજાશે. આ મહોત્સવમાં 1500 ફૂટ લાંબો અને 70 ફૂટ ઊંચો શાહી પ્રવેશ દ્વાર બનાવવામાં આવ્યો છે. ધર્મ ગુરૂના પ્રવચન સાંભળવા એક સાથે 25,000 લોકો બેસી શકે તે માટે ભવ્ય મંડપનું નિર્માણ કરવામાં આવ્યુ છે. આ ઉપરાંત ગીરનારના પ્રસિદ્ધ નેમિનાથ મંદિરની 100 ફૂટની પ્રતિકૃતિ પણ અહીં બનાવવામાં આવી છે.
દેશ- વિદેશમાંથી શ્વેતાંબર જૈન સમાજના આશરે 20 લાખ અનુયાયીઓ મુલાકાત લેશે
અમદાવાદના ગુજરાત યુનિવર્સિટી GMDC ગ્રાઉન્ડમાં આજથી એટલે કે તા. 15 થી 26 જાન્યુઆરી દરમ્યાન 90 એકર વિસ્તારમાં સ્પર્શ મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે. 12 દિવસ સુધી ચાલનારા આ ગુજરાત ઉપરાંત દેશ- વિદેશમાંથી શ્વેતાંબર જૈન સમાજના આશરે 20 લાખ અનુયાયીઓ આ કાર્યક્રમની મુલાકાત લેવા આવનાર છે. જેમા નાના બાળકો સહિત તમામ લોકો માટે વિવિધ પ્રકારના ક્રાર્યક્રમ યોજાનાર છે. આ મહોત્સવમાં જૈન સમાજના આધ્યાત્મિક ગુરૂ વિજય રત્નસુંદરસૂરીશ્વરજીના 400માં પુસ્તકોનુ વિમોચન કરવામાં આવી રહ્યુ છે.
GMDC ગ્રાઉન્ડમાં 15 થી 26 જાન્યુઆરી દરમ્યાન 90 એકર વિસ્તારમાં સ્પર્શ મહોત્સવ
જૈન સમાજના આ સ્પર્શ મહોત્સવ બાર દિવસ સુધી ચાલનાર છે. આ કાર્યક્રમમાં સવારે 9:00 થી રાત્રે 10 વાગ્યા સુધી પ્રવચન સહિત વિવિધ કાર્યક્રમો યોજાશે. અને રાત્રિ દરમિયાન લેઝર એન્ડ સાઉન્ડ શોનું આયોજન પણ કરવામાં આવ્યુ છે. સ્પર્શ મહોત્સવમાં લગભગ 40 હજાર જેટલા સ્વયંસેવકો સેવા આપી રહ્યા છે. અમદાવાદમાં GMDC ગ્રાઉન્ડમાં 15 થી 26 જાન્યુઆરી દરમ્યાન 90 એકર વિસ્તારમાં સ્પર્શ મહોત્સવ યોજાઈ રહ્યો છે.