Today Gujarati News (Desk)
કાલોલના ભાદરોલી ખુર્દ ગામમાં પ્રેમ સંબંધનો કરૂણ અંજામ આવ્યો છે. પરિણીતાને મળવા તેની સાસરીયે આવેલા યુવકને પરિણીતાના પતિએ માર મારી મોતને ઘાટ ઉતારી દીધો છે. જેમાં યુવકની કહેવાતી પ્રેમિકાએ તેના પતિ સાથે માર મારવામાં સાથ આપ્યો હતો. કરુણ ઘટનામાં યુવકનું મોત નિપજ્યું છે. આ ઘટનાને લઈ વેજલપુર પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપી પતિ-પત્નીની ધરપકડ કરી કાર્યવાહી કરી છે.
આ દરમિયાન પરિણીતાનો પતિ આવી ગયો
ઘોઘંબા તાલુકાના ધનેશ્વર ગામે રહેતો ગજેન્દ્રસિંહ ઉદેસિંહ પરમારને કાલોલ તાલુકાની પરિણીતા કૈલાસબેન ચૌહાણ સાથે આડાસંબધ હતા. 26 એપ્રિલના રોજ રાત્રે ગજેન્દ્રસિંહ કૈસાશબેનને મળવા કાલોલના ભાદરોલી ખુર્દ ગામે ધોડા ફળીયામાં તેમના ધરે ગયો હતો. આ દરમિયાન કૈલાશબેનનો પતિ ગણપતભાઇ ઉફે કાળુભાઇ પ્રતાપભાઇ ચૌહાણ આવી ગયો હતો. ગણપત હાથમાં પાવડાનો હાથો લઇને આવ્યો હતો. જેના વડે ગજેન્દ્રસિંહ સાથે ઝધડો કરીને તેને મારવાની શરૂઆત કરી હતી ત્યારે પાવડાનો હાથો તૂટી ગયો હતો.પતિ અને પત્ની ધાતક હથિયાર લઇને દોડ્યા હતા
તેની સાથે કૈલાસબેન પણ તેના પતિનું ઉપરાણુ લઇને ગજેન્દ્રસિંહ સાથે ઝધડો કરવા લાગી હતી. ત્યારે ગણપતભાઇ ચૌહાણ ધરમાંથી ધાતક હથિયાર વાંસી લઇને આવ્યો હતો અને કૈસાશબેન હાથમાં લોખંડની પાઇપવાળી વાંસી લઇને આવી હતી. આ દરમિયાન ગજેન્દ્રને મારવા પતિ-પત્ની એક થઈ જતા ગજેન્દ્રસિંહ ફળીયામાં ભાગ્યો હતો. જેની પાછળ પતિ અને પત્ની ધાતક હથિયાર લઇને દોડ્યા હતા. ગજેન્દ્રને હથિયાર વડે માર મારતાં ગજેન્દ્રસિંહને ગંભીર ઇજા પહોંચી હતી. જેના કારણે રોડ ઉપર પટકાયો હતો. ગંભીર ઇજાગ્રસ્ત ગજેન્દ્રસિંહને સારવાર નહીં મળતાં ગજેન્દ્રનું મોત નિપજ્યું હતું. હત્યા કરી પતિ બંને ભાગી છૂટ્યા હતા. જોકે, વેજલપુર પોલીસે ગણતરી કલાકોમાં આરોપી પતિ-પત્નીની ધરપકડ કરી વધુ કાર્યવાહી શરૂ કરી છે.