Today Gujarati News (Desk)
હોળી પર ફૂડ ડિલિવરી એપ સ્વિગીની જાહેરાત કંપનીને ભારે પડી છે. કંપની હિંદુ વિરોધી વિચારસરણી ધરાવતી હોવાનું કહેવાય છે. ટ્વિટર યુઝર્સ સ્વિગી વિરુદ્ધ ટ્વિટર પર સ્વિગીને હિંદુફોબિક કહી રહ્યું છે.
શું છે સમગ્ર મામલો?
સ્વિગીના બિલબોર્ડ પર બે દેશી ઈંડાનો ફોટો છે. જેમાં 3 લખાણ પોઇન્ટમાં લખ્યા છે,જેમાં
પ્રથમમાં લીટીમાં આમલેટ, બીજી લાઇનમાં સની સાઈડ અપ લખેલું છે. આ પછી, ત્રીજી લાઇનમાં ‘કોઇના માથા પર ફોટો’ લખાણ લખ્યુ છે. પરંતૂ આ લખાણ સામે (ક્રોસની નિશાની) છે. હવે આ જાહેરાતને હિન્દુ વિરોધી કહેવામાં આવી રહી છે.
સોશિયલ મીડિયા પર ઇનફ્લુએંસર એલ્વિશ યાદવે સ્વિગીની આ જાહેરાતને હિંદુ વિરોધી ગણાવી છે. તેમણે ટ્વીટ કરતાં લખ્યુ કે, કંપનીએ આ માટે માફી માંગવી જોઈએ.
Contact us for News and Advertisement at: 8154977476 / 6356624878