Today Gujarati News (Desk)
લગ્નને લઈને દરેક સમાજમાં અલગ-અલગ પ્રકારની વિધિઓ – પ્રથાઓ જોવા મળે છે. કેટલીકવાર કેટલીક ધાર્મિક વિધિઓ સાંભળવામાં જ એટલી વિચિત્ર લાગે છે કે તેના પર વિશ્વાસ કરવો લગભગ મુશ્કેલ બને છે. અત્યારના આધુનિક, ઝડપી અને મોર્ડન જમાનામાં લગ્ન પહેલા લિવ ઇન રિલેશનશિપ હોવું જોઈએ કે નહીં? તેની ચર્ચા ચાલે છે. ઘણા લોકો એવી દલીલ કરે છે કે લગ્ન પહેલા લિવ-ઈન રિલેશનશિપ જેવી બાબતો સમાજ માટે સારી નથી, જ્યારે કેટલાક લોકો તેનું સમર્થન કરતા લાગે છે. જોકે, કેટલીક પરંપરા એવી છે જે લિવ ઇન રિલેશનનો વિરોધ કરતાં લોકોને ચકિત કરી દેશે.
દેશના એક સમુદાયમાં લગ્ન પહેલાં છોકરી માટે સંતાન હોવું જરૂરી છે. લિવ ઈન નહિ લગ્ન પહેલાં જ બાળક રાખવું ફરજિયાત છે, નહીં તો એ છોકરીના લગ્ન થતા નથી.
અહિં અમે કોઈ વિદેશી જનજાતિની વાત નથી કરી રહ્યા, પરંતુ આ સમુદાય આ આદિવાસી જનજાતિ ટોટો નામથી ઓળખાય છે. ટોટો જનજાતિના લોકોના રિવાજો ખૂબ અલગ અને વિચિત્ર પ્રકારના હોય છે. જ્યાં લગ્ન પહેલા છોકરીઓ પોતાની પસંદના છોકરા સાથે રહેવા લાગે છે. આ પછી તેઓ ગર્ભવતી થાય છે અને બાળકોને જન્મ આપે છે, ત્યારબાદ જ તેઓ લગ્ન કરી શકે છે. જોકે આ બધું એક ખાસ પ્રક્રિયા હેઠળ થાય છે. આ માટે દર 2 વર્ષે એક મેળાનું આયોજન કરવામાં આવે છે જ્યાં યુવતી પોતાની પસંદગીના યુવકને પસંદ કરે છે અને તેની સાથે રહેવાનું શરૂ કરે છે.