Today Gujarati News (Desk)
મધ્યપ્રદેશના બાગેશ્વર ધામ સરકારના ભાઈ શાલિગ્રામ ગર્ગની પોલીસે ધરપકડ કરી છે. ધરપકડ બાદ છતરપુર પોલીસે તેને કોર્ટમાં રજૂ કર્યો હતો. પોલીસે શાલિગ્રામ ગર્ગની છતરપુર જિલ્લામાંથી જ ધરપકડ કરી છે. છેલ્લા ઘણા સમયથી તેમની ધરપકડનું દબાણ વધતાં આખરે પોલીસને કાર્યવાહીની ફરજ પડી હતી.
શાલિગ્રામ ગર્ગનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ વાયરલ વીડિયોમાં શાલીગ્રામ દલિત પરિવારના ઘરમાં ઝઘડો કરતી વખતે હંગામો મચાવી રહ્યો હતો. આ પરિવારમાં દીકરીના લગ્ન હતા આ દરમિયાન બાગેશ્વર ધામ સરકારનો નાનો ભાઈ નશાની હાલતમાં લગ્નમાં પહોંચ્યો હતો અને હંગામો મચાવવા લાગ્યો હતો.
આ દરમિયાન શાલિગ્રામ ગર્ગે પરિવારના સભ્યો સાથે મારપીટ પણ કરી હતી. શાલિગ્રામના હાથમાં પિસ્તોલ હતી જેનાથી તે વારંવાર હવામાં ફાયરિંગ કરી રહ્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે, આ વિવાદ લગ્નમાં વાગી રહેલા ગીતને લઇને થયો હતો.