Today Gujarati News (Desk)
બેંગ્લુરુથી વારાણસી જતી ઈન્ડિગોની ફ્લાઈટમાં ટેક્નિકલ ખામી સર્જાઈ જતા ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવી હતી. ઈમરજન્સી લેન્ડિંગના કારણે 137 મુસાફરોના જીવ તાળવે ચોંટી ગયા હતા. બેંગ્લુરુથી વારાણસી જતી ફ્લાઈટ (6E897)માં ટેક્નિકલ ખામી સર્જાઈ હતી. તેલંગાણાના શમશાબાદ એરપોર્ટ પર આજે સવારે 6.15 વાગ્યે ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. હાલ ફ્લાઈટમાં સવાર તમામ મુસાફરો સુરક્ષિત હોવાના સમાચાર મળી રહ્યા છે.
ટેક્નિકલ ખામી સર્જાઈ હતી
સુત્રોમાંથી મળતી માહિતી મુજબ બેંગલુરુથી ફ્લાઈટ ટેકઓફ થઈ ત્યારે પાઈલટને તેમાં ટેક્નિકલ ખામી હોવાની જાણ થઈ હતી. આ પછી પાયલટે તેલંગાણાના શમશાબાદ એરપોર્ટ પર વિમાનનું ઈમરજન્સી લેન્ડિંગ કરાવ્યું હતું.
આ પહેલા પણ બેંગ્લોરની ફ્લાઈટમાં સમસ્યા સર્જાઈ હતી
આ અગાઉ થોડા દિવસો પહેલા પણ બેંગ્લુરુથી અબુ ધાબી માટે ઉડાન ભરેલી એતિહાદ એરવેઝની ફ્લાઈટ EY237માં પણ ટેક્નિકલ ખામી સર્જાઈ હતી. આ ખામીની જાણકારી મળ્યા બાદ તરત જ તેનું બેંગ્લુરુના એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. આ ફ્લાઈટ ટેકઓફ થતાં જ કેપ્ટનને જાણવા મળ્યું કે એરક્રાફ્ટના કેબિન પ્રેશરમાં ઘટાડો થયો છે ત્યારબાદ તેણે ઈમરજન્સી લેન્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો.